Sunday, 05 Jan, 11.40 am વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
LICની ગેરન્ટી પેન્શન સ્કીમ : 10 લાખ રૂપિયા જમા કરો, આજીવન મેળવો માસિક રૂપિયા 8000

ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી-LIC)ની જીવન શાંતિ સ્કીમ ગ્રાહકોને પેન્શન મારફતે ભવિષ્યની સુરક્ષા પ્રદાન કરે છે. એલઆઇસીની આ પોલિસીની ખાસિયત છે તેમાં મળનારું પેન્શન. આ પોલિસીની ખાસિયતો અંગે માની લોકો કે 50 વર્ષની કોઇ વ્યક્તિ 10,18,000 રૂપિયા પોલિસીમાં લગાવે છે તો તેને તરત 65,600નું વાર્ષિક પેન્શન મળવા લાગે છે.
આ પોલિસી સાથે કેટલીક શરતો પણ અમલી બને છે. આ પ્લાન રજૂ કરતા સમયે એલઆઇસીના અધ્યક્ષ વી. કે. શર્માએ જણાવ્યું કે આ જીવન શાંતિ યોજના એક નોન લિંક્ડ પ્લાન છે. સાથે આ એકલ પ્રિમિયમ વાર્ષિકી યોજના છે. જેમાં વીમા ધારકને તત્કાલ વાર્ષિક અથવા સ્થગિત વાર્ષિક પંસંદ કરવાનો વિકલ્પ છે. આ પોલિસીને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય છે.

આ યોજનામાં વીમો લેનારી વ્યક્તિ અને તેના પરિવારને પણ લાભ મળશે.
* પોલિસીની ખાસિયત :
- લોનની સુવિધા : 3 મહિના બાદ સરેન્ડર કર્યા વિના
- તરત અથવા 1થી 20 વર્ષની વચ્ચે ગમે ત્યારે પેન્શનની શરૂઆત
- જોઇન્ટ લાઇફ ઓપ્શનમાં નજીકના કોઇ પણ સંબંધીને સામેલ કરવાની સુવિધા
- જીવન અક્ષય 5ની જેમ તરત પેન્શન
- 5થી 20 વર્ષની વચ્ચે પેન્શનનો દર 9.18 ટકાથી 19.23 ટકા સુધી જીવન પર્યન્તની ગેરન્ટી
- આવક વેરામાં છૂટ
* ઉદાહરણ દ્વારા સમજો :
જો 50 વર્ષની વ્યક્તિ 10,18,000ની રકમની પોલિસીમાં રોકશે તો તેમને વાર્ષિક રૂપિયા 65,600નું પેન્શન મળશે. વિલંબિત ઑપ્શન અંતર્ગત આ મુજબ ધનરાશિ મળશે :
1 વર્ષ પછી- 69, 300 વાર્ષિક
5 વર્ષ પછી- 91, 800 વાર્ષિક
10 વર્ષ પછી- 1, 28,300 વાર્ષિક
15 વર્ષ પછી- 1, 69, 500 વાર્ષિક
20 વર્ષ પછી- 1, 92, 300 વાર્ષિક
મહત્વની વાત એ છે કે ઉપરોક્ત દરોની જીવનપર્યંત ગેરન્ટી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top