Saturday, 11 Jan, 2.38 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
ઓર્ડનન્સ ફેક્ટરી એપ્રેન્ટિસ 2020: નીકળી બમ્પર ભરતી, લાયકાત માત્ર 10મું પાસ

રક્ષા મંત્રાલય અને ઓર્ડિનેન્સ ફેક્ટરી દ્વારા એપ્રેન્ટિંસ માટે 6060 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. આ માટે તમે વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ ofb.gov.in પર જઈને મેળવી શકો છો. 

ખાલી પડેલી જગ્યાઓ માટે 10 જાન્યુઆરી 2020થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરું થઈ રહી છે. અરજી માટેની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી છે. આ માટે ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. અરજી કરનારની ઉંમર મર્યાદા 15થી 24 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગ માટે આ માટે છુટછાટ મળશે. ઉંમરની ગણતરી 9 ફ્રેબુઆરી 2020ને ધ્યાને લઈ કરવામાં આવશે. 

આપને જણાવી દઈએ, કે આ માટે આઈટીઆઈ અને નોન આઈટીઆઈ બંને ઉમેદવાર અરજી કરી શકે છે. જેની પાસે આઈટીઆઈની ડિગ્રી ન હોય તેની પાસે 10 પાસ અથવા તો તેને સમકક્ષ અભ્યાસક્રમમાં 50 ટકાથી વધુ માર્ક હોવા જરૂરી છે. જ્યારે સાયન્સ અને ગણિતમાં 40 ટકા માર્ક હોવા જરૂરી છે. જે ઉમેદવારે આઈટીઆઈ કર્યું હતો તેની પાસે સંબંધિત ટ્રેડની સાથે આઈટીઆઈ અને દસમામાં અને આઈટીઆઈમાં 50 ટકા માર્ક હોવો જરૂરી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 6060 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં  3847 આઈટીઆઈ અને 2219 નોન આઈટીઆઈ ઉમેદવારોનો સમાવેશ થશે. 

ઉમેદવારની પસંદગી મેરિટ લિસ્ટના આધારે થશે. ત્યાર બાદ ઉમેદવારને મેડિકલ ટેસ્ટ અને ડોક્યમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. 

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top