Saturday, 28 Dec, 12.43 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
પેન્શન ધારકો માટે ખૂશખબર, 1 જાન્યુઆરીથી મળશે આ સુવિધા

શ્રમ મંત્રાલય દ્વારા નિવૃત થનારા કર્મચારીઓને એડવાન્સ પેન્શન રમક ઉપાડવાની સુવિધા આપવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પર દબાણ લાવવામાં આવ્યું છે. શુક્રવારે શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર પેન્શન કમ્યૂટેશનની વ્યવસ્થા 1 જાન્યુઆરી, 2020થી ફરીવાર મંજૂર કરવા માટે સંસ્થા પર દબાણ કરશે. 

પેન્શન કમ્યૂટેશન વ્યવસ્થા અંતર્ગત નિવૃત થનાર કર્મચારીઓને પેન્શનનો કેટલોક ભાગ એકમ રમકના લાભની સુવિધા મળે છે. આ સુવિધા 2009થી બંધ કરી દેવામાં આવી હતી, પરંતું આ પહેલા જે કર્મચારીઓએ આ વિકલ્પ પસંદ કર્યો હતો, તેને લાભ અપાવવા માટે ઈપીએફઓએ 21 ઓગસ્ટ 2019થી આ સુવિધા ફરી શરુ કરવાનો નિર્ણય લીધો હતો. છતા પણ અત્યાર સુધી આ નિર્ણયને મંજૂરી મળી શકી નથી. 

શ્રમ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે આ યોજના શરૂ થવાથી દેશના 6.3 લાખ પેન્શનધારકોને તેનો લાભ થશે. મંત્રાયલ આ વ્યવસ્થાને લાગુ કરાવવા માટે 1 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરે તેવી શક્યતા છે. આ પહેલા કર્મચારી સંગઠનોએ પણ પેન્શન કમ્યૂટેશન વ્યવસ્થા ફરી લાગુ કરવાની માંગ કરી હતી. તેઓનું કહેવું હતું કે, 10 વર્ષ માટે કુલ પેન્સનનો  3જો ભાગ આ યોજના અંતર્ગત આપવામાં આવે.

શું છે આ યોજનામાં

આ યોજના અંતર્ગત ઈપીએફઓ નિવૃત થનાર કર્મચારીઓને 15 વર્ષના પેન્શનનો ત્રીજો ભાગ કાપી તેને એકમ રકમ આપવામાં આવે છે. પેન્શનધારક 15 વર્ષ બાદ ફરી પોતાની માસિક રકમ મેળવવાનો હકદાર છે. ઈપીએફઓની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને શ્રમ મંત્રાલયે પણ યોજનાને લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. ટૂંક સમયમાં જ આ લાભ મળવાનું શરુ થઈ જશે. 

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top