Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સરકારે કરોડો ખાતામાં જમા કર્યા 500 રૂપિયા, જાણો ક્યારે અને કેવી રીતે ઉપાડી શકશો?

સરકારે કરોડો ખાતામાં જમા કર્યા 500 રૂપિયા, જાણો ક્યારે અને કેવી રીતે ઉપાડી શકશો?

કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે સરકારે લોકડાઉન લંબાવી દીધુ છે. ત્યારે લોકડાઉનને લઈ સૌથી વધુ મુશ્કેલી ગરીબ પરિવારોને પડી રહી છે. ત્યારે આવા લોકોની મદદ માટે સરકાર ગરીબ મહિલાઓના જનધન ખાતામાં દર મહિને 500 રુપિયા નાંખશે. આ સહાયની રકમ સતત 3 મહિના સુધી આપવામાં આવશે. ત્યારે હવે સરકારે મહિલા જનધન યોજના અંતર્ગત લાભાર્થીઓના બેંકોના ખાતામાં 500 રુપિયોનો બીજો હપ્તો મોકલવાનું શરુ કરી દીધુ છે. 

મહત્વનું છે કે આ રમક મહિલા જનધન ખાતાધારકોને જ મળવા પાત્ર છે. પરંતું, એવી પણ આશંકા છે કે, લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતાની સાથે જ બેંક બ્રાંચોમાં રુપિયા ઉપાડવા માટે લોકોની ભીડ વધી શકે છે. એટલા માટે જ બેન્કે તબક્કાવાર રુપિયા ઉપડવાનો ઉપાય શોધી કાઢ્યો છે.

SBIએ ટાઈમટેબલ તૈયાર કર્યુ છે. જેના આધારે લાભાર્થી પોતાના ખાતામાંથી આ રકમ ઉપાડી શકશે. 

આ રીતે પણ ઉપાડી શકાશે રુપિયા

સરકારે અપીલ કરી છે કે ખાતાધારકો પોતાના નજીકના એટીએમ પર જઈને કાર્ડ દ્વારા રૂપિયા કાઢી શકે છે. જેથી બેંન્કોમાં ભીડથી બચી શકાય. આ દરમિયાન કોઈ પણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકાશે, તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહિ. તાજેતરમાં જ સરકારે તેને લઈ દિશાનિર્દેશો જાહેર કર્યા હતા. 

9 મે સુધીમાં તમામ ખાતાઓમાં આવી જશે પહેલો હપ્તો

સરકારના આદેશ અનુસાર મહિલાઓના જનધન ખાતામાં ત્રણ મહિના સુધી દર મહિને 500 રુપિયાની રમક પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સહાય રૂપે આપવામાં આવશે. ખાતાધારકોના ખાતામાં રૂપિયા એકાઉન્ટ નંબરના છેલ્લા આંકડા અનુસાર અલગ અલગ દિવસે નાંખવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. 

આ છે નિયમ

જેના જનધન ખાતાનો છેલ્લો નંબર 0 અથવા 1 છે, તેના ખાતામાં 4 મે ના રોજ રૂપિયા નાંખવામાં આવશે.
જેના જનધન ખાતાનો છેલ્લો નંબર 2 અથવા 3 છે, તેના ખાતામાં 5 મે ના રોજ રૂપિયા નાંખવામાં આવશે.
જેના જનધન ખાતાનો છેલ્લો નંબર 4 અથવા 5 છે, તેના ખાતામાં 6 મે ના રોજ રૂપિયા નાંખવામાં આવશે.
જેના જનધન ખાતાનો છેલ્લો નંબર 6 અથવા 7 છે, તેના ખાતામાં 8 મે ના રોજ રૂપિયા નાંખવામાં આવશે.
જેના જનધન ખાતાનો છેલ્લો નંબર 8 અથવા 9 છે, તેના ખાતામાં 1 મે ના રોજ રૂપિયા નાંખવામાં આવશે.

ટાઈમ ટેબલના આધારે ઉપાડી શકશો રૂપિયા

કોરોના વાયરસ સંક્રમણને જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, ત્યારે બેંકો પર સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવામાં આવે તે મહત્વનું છે. બેંકોએ ખાતાધારકોના અકાઉન્ટ નંબરના આધારે એક ટાઈમટેબલ જાહેર કર્યુ છે. જેના આધારે લાભાર્થી પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશે. બેંકોએ આ ટાઈમટેબલને લઈ કહ્યુ છે કે આ વ્યવસ્થા માત્ર આ મહિના માટે જ લાગુ રહેશે. 

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati