SBI KYC ઑનલાઇન : શું આપ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બચત ખાતું કે અન્ય ખાતા ધરાવો છો? જો હા, તો આપના માટે એસબીઆઇ તરફથી એક મહત્વપૂર્ણ ચેતવણી છે. એસબીઆઇએ રવિવારે એક અંગ્રેજી અખબારમાં એક જાહેર નોટિસ પ્રકાશિત કરાવી છે. જેમાં ગ્રાહકોને વિના વિઘ્ને બેંકિંગ સેવા પ્રાપ્ત કરવા કેવીયસી પુરુ કરવા માટે કહેવાયું છે. ભારતની સૌથી મોટી ધિરાણ બેંકે જણાવ્યું છે કે નોન-કેવાયસી એકાઉન્ટ્સને ફ્રીઝ કરવામાં આવશે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ મુજબ, બેંકોએ સમયાંતરે તેમના તમામ ગ્રાહકોના કેવાયસી અપડેટ કરવાના રહેશે. આ કારણે જે બેંક અકાઉન્ટ ધારકોએ તેમના કેવાયસી અપડેટ નથી કર્યા તેમને આ બાબતના પત્રો મોકલવામાં આવ્યા છે.
એસબીઆઇએ તેની જાહેર નોટિસમાં જણાવ્યું છે કે જે ગ્રાહકોને આ બાબતની નોટિસ મળી છે તેમણે નજીકની એસબીઆઇ શાખામાં જઇને કહેવામાં આવેલા દસ્તાવેજો/માહિતી આપવી.
No Internet connection |