Thursday, 16 Jan, 7.38 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
શાહિન બાગના પ્રદર્શનકારીઓને લઈ બીજેપી આઈટી સેલના પ્રમુખનો ચોંકાવનારો દાવો

નાગરિકતા સંશોધન કાયદા(CAA)નાં વિરોધમાં દિલ્હીનાં શાહિન બાગ ખાતે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે, કે શાહિન બાગમાં થઈ રહેલું પ્રદર્શન કોંગ્રેસ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. વિડિયોમાં જોઈ શકાય છે, કે એક યુવક જણાવી રહ્યો છે કે, કેવી રીતે શાહિન બાગમાં મહિલાઓને પ્રદર્શન માટે લવાઈ છે. યુવકનું કહેવું છે કે, શાહિન બાગ પર ધરણા પર બેઠેલી મહિલાઓને 500થી 1200 રૂપિયા આપીને પ્રદર્શનમાં બોલાવાય છે. એટલું જ નહિ રૂપિયાની સાથે સારુ જમવાનું અને સારી સારી વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે.
વિડિયોમાં યુવક આગળ જણાવી રહ્યો છે, કે કલાકના હિસાબે ધરણા માટે રૂપિયા ચૂકવવામાં આવે છે. તેનું કહેવું છે મહિલાઓ આ કામ શિફ્ટમાં કામ કરે છે. જો 100 મહિલાઓ ધરણા કરી રહી છે અને એક મહિલાને ઘરે જવું હોય તો તેની જગ્યાએ બીજી મહિલાને બોલાવી લેવામાં આવે છે. પણ 100માંથી એક પણ મહિલા ઓછી થતી નથી. 
તેની સાથે રહેલો એક શખ્સ કહી રહ્યો છે, કે આ બધુ કોંગ્રેસ કરી રહી છે. તેઓને અહીં કોંગ્રેસવાળા જ લઈને આવ્યા હતા. આ વિડિયોને શેર કરતા અમિત માલવિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, "શાહિન બાગ પ્રદર્શન સ્પોન્સર્ડ હૈ, સારા કોંગ્રેસ કા ખેલ હૈ."

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top