Monday, 06 Jan, 12.40 pm વન ઇન્ડિયા એક્સક્લુઝિવ

એક્સક્લુઝિવ
સોનાની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામની કિંમત

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ વધવાથી વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓની કિંમતમાં વધારો નોંધાયો છે. ભારતમાં સોમવારે સોનાના ભાવમાં નવી ઊંચાઇ જોવા મળી હતી. ભારતમાં સોમવેરે સોનાના ભાવ 41,000 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભવ છેલ્લા 6 વર્ષમાં સર્વાધિક ઊંચાઇએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવને પગલે સમગ્ર દુનિયાના રોકાણકારોનું ધ્યાન તેની ગતિવિધિ પર કેન્દ્રિત થયેલું છે. આ જ કારણોસર સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળે છે. સોનાની કિંમતો છ વર્ષના ઉચ્ચતમ સ્તરે આવી પહોંચી છે. સોનાનો હાજર ભાવ 2.3 ટકાના વધારા સાથે 1,588.13 ડૉલર પ્રતિ ઔસ પહોંચી ગયો છે, જે એપ્રિલ 2013 પછીનું ઉચ્ચતમ સ્તર છે. આજ પ્રકારે ઘરેલુ સ્તરે ઘટાડાની અસર સોનાની કિંમતો પર જોવા મળી રહી છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની વેબસાઇટની અનુસાર આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત રૂપિયા 41,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઇમાં 22 કેરેટ સોનાની કિંમત 41,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં ચાંદીનો ભાવ રૂપિયા 48,370 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. મુંબઇમાં ચાંદીનો ભાવ રૂપિયા 47.575 પ્રતિ કિલોગ્રામ છે.
બીજી તરફ ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયાની કિંમત 31 પૈસા ઘટીને રૂપિયા 72.11 રૂપિયા અમેરિકન ડોલર પર આવી ગઇ છે. બીજી તરફ સોના-ચાંદીની કિંમતોમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. પાછલા બે દિવસોમાં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયાની તેજી જોવા મળી છે. 
ભારતીય વાયદા બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર સોમવારે શરૂઆતી કલાકમાં કારોબાર દરમિયાન સોનાની કિંમત રૂપિયા 41,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી છે. ચાંદીનો વાયદો પણ 2.08 ટકાના વધારા સાથે રૂપિયા 48,514 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oneindia Exclusive Gujarati
Top