
લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સનો ચેટિંગ અનુભવ વધુ સુગમ બનાવવા માટે વધુ એક નવું ફિચર્સ ઉમેરવામાં આવ્યું છે. વ્હોટ્સએપ દ્વારા એન્ડ્રોઈટ અને આઈઓએસ બીટા વર્ઝનના યુઝર્સ માટે અપટેડ જાહેર કરવામાં આવ્યું છે. આ અપડેટમાં એક સાથે 8 યુઝર્સ ગૃપમાં ઓડિયો અને વિડિયો કોલનો આનંદ લઈ શકશે. આ માહિતી ચીનની ટેક સાઈટ વેબ બીટા ઈન્ફોએ ટ્વિટર અકાઉન્ટ પરથી મળી છે.
જો કે, હજી સુધી સ્ટેબલ વર્ઝન માટે આ અપડેટ જાહેર થયું નથી. આશા છે કે કંપની જલ્દી જ આ અપડેટને સ્ટેબલ યુઝર્સ માટે રજુ કરશે.
વ્હોટ્સએપ જલ્દી જ સામાન્ય યુઝર્સ માટે જાહેર કરશે અપડેટ
રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપ જલ્દી જ આ અપડેટને સામાન્ય યુઝર્સ માટે રજુ કરશે. આ અપડેટ દ્વારા એક સાથે 8 સભ્યો ગૃપમાં વિડિયો અને ઓડિયો કોલનો આનંદ લઈ શકશે. તેના લીધે ગૂગલ ડુઓ અને ઝુમ એપને પણ સીધી ટક્કર મળશે.