Online PATRAKAR
23k Followersધોરણ 6 થી 8 શરૂ કરવા બાબતે કોર કમિટીમાં ચર્ચા થશે. આજે સાંજે કોર કમિટીમાં શિક્ષણ મંત્રી સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 6 થી 8 શરૂ કરવા બાબતે ચર્ચા થશે. 50 ટકા કેપિસિટી સાથે સ્કૂલ શરૂ કરવા બાબતે ચર્ચા થશે. વાલીની સહમતિ પત્ર સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે. કોર કમિટી બેઠક બાદ સરકાર દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવશે. આજે સાંજે કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 12 અને કોલેજ બાદ ધોરણ 9થી 11ના વર્ગ 26 જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે વર્ગ ચાલુ કરવામાં આવશે.
સરકાર દ્વાર લેવાયેલા નિર્ણય મુજબ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત્ ચાલુ રખાઈ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
Disclaimer
This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Online PATRAKAR