Online PATRAKAR

22k Followers

રાજ્યમાં કમોસમી માવઠાનું સંકટ, હવામાન વિભાગની મોટી આગાહી.!

16 Nov 2021.6:41 PM

રાજ્યમાં કમોમસી માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જે હાલમાં શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે આગામી 18-19 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં પણ હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કમોસમી વરસાદ પડશે. મધ્ય ગુજરાત આણંદ ખેડા નડિયાદ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ આવી શકે છે. વાદળછાયા વાતાવરણથી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટવાની સંભાવના જણાઈ રહી છે. જે લઘુતમ તાપમાનનો પારો ઘટતા ઠંડીમાં વધારો થઈ શકે છે.

રાજ્યમાં હાલના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને ઠંડી વધતા લોકો બગીચાઓમાં જોગીંગ કરતા પણ જોવા મળી રહ્યા છે. જ્યારે હવે આ ચિંતાજનક સમાચાર જે ખેડૂતોની મુશ્કેલી વધારનાર છે. કેમકે હાલના સમયમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક લેવામાં આવ્યો છે અને હવે વરસાદની આગાહી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

જ્યારે દેશનાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થાય તેવી શક્યતાઓ રહેલી છે. હાલમાં દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ન્યુનત્મ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Online PATRAKAR

#Hashtags