Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

૧૩ શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ૧૦ લાખની લાંચની ઓફર, નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે સીબીઆઇ એફઆઇઆર

જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જાડાયેલો લાંચનો ગંભીર મામલો સામે આવ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની તપાસમાં કોલેજના ૧૩ ફેકલ્ટી સભ્યોની હાજરી અને તેમની વાસ્તવિકતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શિક્ષકોને કાગળ પર કાયદેસર ઠેરવવા અને તપાસમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ૧૦ લાખની લાંચની ઓફર કરવામાં આવી હોવાનો આરોપ છે.આ મામલે સીબીઆઇ નવી દિલ્હીએ નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડા.

અભય નાલવડે સામે એફઆઇઆર નોંધી છે.

આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર અને સરકારી કર્મચારીને લાંચ આપવાની ઓફર સહિતની જાગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.મળતી માહિતી મુજબ,એનસીઆઇએસએમ નવી દિલ્હી સાથે સંકળાયેલી હિયરિંગ કમિટીના સભ્ય અને લખનૌની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડા. રૂપાલી આર. મહાડીકને નોબેલ આયુર્વેદિક કોલેજના ૧૩ ફેકલ્ટી સભ્યો અંગેની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ૧૩ શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં ફરજ બજાવે છે કે માત્ર દસ્તાવેજામાં જ દર્શાવવામાં આવ્યા છે, તે અંગે ચકાસણી કરવાની હતી.

તપાસ દરમિયાન પ્રોફેસર ડા. અભય નાલવડેએ ડા. રૂપાલી મહાડીકનો વોટ્‌સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હોવાનો આરોપ છે. આ વાતચીત દરમિયાન ૧૩ શંકાસ્પદ ફેકલ્ટી સભ્યોના પક્ષમાં સાનુકૂળ રિપોર્ટ આપવા માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ ૨૦ ઓગસ્ટે થયેલી વોટ્‌સએપ વાતચીતમાં નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી પણ જાડાયા હોવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ,૧૩ શિક્ષકોના નામ ક્લીયર કરીને સકારાત્મક રિપોર્ટ આપવા બદલ કુલ ૧૦ લાખ ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી.લાંચની ઓફર મળ્યા બાદ ડા. રૂપાલી મહાડીકે સમગ્ર મામલેએસીઆઇએસએમના પ્રમુખ ડા. મુકુલ પટેલને જાણ કરી હતી. તેમને આરોપીઓ સાથે સંપર્કમાં રહીને વધુ પુરાવા અને વાતચીતના રેકોર્ડ એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ લાંચની ઓફર સંબંધિત કોલ રેકો‹ડગ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.

પૂરતા પુરાવા મળ્યા બાદ ડા. રૂપાલી મહાડીકે સીબીઆઇ, નવી દિલ્હી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી.ફરિયાદ મળ્યા બાદ સીબીઆઇ દ્વારા પ્રાથમિક/ખાનગી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાંચની ઓફર અંગેના પુરાવા મળ્યા હોવાના આધારે અંતે પ્રતીક મોરી અને ડા. અભય નાલવડે સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. સીબીઆઇના એસપી આઈ. બી. પેન્ધારીના જણાવ્યા પ્રમાણે, ફોન કોલ સંબંધિત પુરાવાઓના આધારે બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ સીબીઆઇના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જાડાયેલા આ કેસને પગલે યુનિવર્સિટી પ્રશાસનમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને કોલેજના ફેકલ્ટી સંબંધિત તપાસના સાનુકૂળ પરિણામ માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાના આરોપે મામલો ગંભીર બન્યો છે. આ અંગે નોબેલ યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાકે, ઉપલબ્ધ માહિતી મુજબ બંનેએ ફોન રિસીવ કર્યો ન હતો અને આ મામલે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હાલ સીબીઆઇ દ્વારા નોંધાયેલા ગુનાની તપાસ આગળ વધી રહી છે.

જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જાડાયેલો લાંચનો ગંભીર મામલો સામે આવ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની તપાસમાં કોલેજના ૧૩ ફેકલ્ટી સભ્યોની હાજરી અને તેમની વાસ્તવિકતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શિક્ષકોને કાગળ પર કાયદેસર ઠેરવવા અને તપાસમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ૧૦ લાખની લાંચની ઓફર કરવામાં આવી હોવાનો આરોપ છે.આ મામલે સીબીઆઇ નવી દિલ્હીએ નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડા. અભય નાલવડે સામે એફઆઇઆર નોંધી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar