Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

૧૭ દિવસનું નિર્દોષબાળક પણ જેલમાં, ડેડિયાપાડામાં આજે મહાસંમેલન, ચાર રાજ્યોના ૧ લાખ આદિવાસી એકઠા થવાનો અંદાજ

ભાજપે સત્તાનો દૃુરુપયોગ કરીને અને ખોટી રીતે ધમકીઓ આપીને ચૈતર વસાવા ઉપર આ કાનૂની કેસ કરાવ્યો છે.

ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવા સામે થયેલી આ એફઆઈઆર અને તાજેતરમાં કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં આવતીકાલે, ૨ જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગામે એક વિશાળ 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપીપળા ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા 'આપ'ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી હતી અને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને અને ખોટી રીતે ધમકીઓ આપીને ચૈતર વસાવા ઉપર આ કાનૂની કેસ કરાવ્યો છે. સામાન્ય રીતે મોટા-મોટા ફ્રોડ અને ગંભીર ગુના આચરનારા ગુનેગારોને જેટલી ઝડપે સજા નથી થતી, એનાથી પણ બમણી ઝડપે ભાજપે રાજકીય કિન્નાખોરી રાખીને ચૈતર વસાવાને સજા કરાવી છે. આ સજા માત્ર ચૈતર વસાવાને નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના પરિવારોને કરવામાં આવી છે.

પત્રકાર પરિષદમાં એક ચોંકાવનારો દાવો કરતા 'આપ' નેતાએ જણાવ્યું કે, આ કેસમાં કથિત અત્યાચાર એટલી હદે ગુજારવામાં આવ્યો છે કે એક મહિલાને તેના માત્ર ૧૫થી ૧૭ દિવસના નવજાત નિર્દોષ બાળક સાથે જેલમાં રાખવામાં આવી છે. ગઢવીએ આકરા શબ્દોમાં કહ્યું કે, એક નાના દૂધ પીતા બાળકને જેલમાં ધકેલવાનું આવું અમાનવીય કૃત્ય કરાવનારી ભારતીય જનતા પાર્ટી હિન્દુસ્તાનની કદાચ પહેલી પાર્ટી હશે, જેને કારણે સમગ્ર આદિવાસી સમાજ સહિત આખા ગુજરાતમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

આ કથિત અન્યાય અને અત્યાચાર સામે સમગ્ર આદિવાસી સમાજને એક તાંતણે બાંધવા માટે આવતીકાલે ડેડિયાપાડામાં શÂક્તપ્રદર્શન યોજાશે. આ મહાસંમેલનમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્યો મહારાષ્ટÙ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી સંગઠનો પણ જોડાશે. આ ૪ રાજ્યોમાંથી અંદાજે ૧ લાખ જેટલા આદિવાસી લોકો ભાજપ શાસનને લલકારવા માટે ડેડિયાપાડાના પીઠા ગામે એકત્રિત થવાના છે.

આ આદિવાસી મહાસંમેલનમાં આદિવાસી સમાજના આગેવાનોની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના તમામ મોટા હોદ્દેદારો અને નેતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના ટોચના નેતાઓ હાજર રહી આદિવાસીઓના અધિકારો માટે અવાજ બુલંદ કરશે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, આદિવાસી સમાજના 'હીરો' અને રતન સમાન ચૈતર વસાવાને ડરાવી-ધમકાવીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાથી સમાજમાં આક્રોશ બેકાબૂ બન્યો છે.

'આપ'ના પ્રદેશ પ્રમુખે ઇતિહાસનો હવાલો આપતા કહ્યું કે, આદિવાસી ક્યારેય અંગ્રેજાથી પણ ડર્યા નથી કે તેમની સામે ઝૂક્યાં નથી, ત્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવનાર નેતાની પડખે આખો સમાજ ઊભો રહેશે. આ જનઆક્રોશ જાઈને ભાજપના સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો અત્યારથી જ ચિંતિત થઈ ગયા છે. અગાઉ જ્યારે ચૈતરભાઈને ૮૦ દિવસ જેલમાં નાખ્યા હતા, ત્યારે આદિવાસીઓએ મતાધિકારથી એવો બદલો લીધો હતો કે ભાજપે નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગુમાવવી પડી હતી.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આગામી સમયમાં આદિવાસી વિસ્તારોના જંગલોમાં મોટી-મોટી પ્રાઇવેટ કંપનીઓ આવવાની છે. જ્યાં પણ ચૈતર વસાવા જાય છે ત્યાં હજારો આદિવાસીઓ જંગલ બચાવવા એક થઈ જાય છે, જેથી આ કંપનીઓ જંગલો પર કબજા જમાવી શકતી નથી. આ જ કારણે ભાજપની એવી ચાલ છે કે કાં તો ચૈતર વસાવાને ભાજપમાં લાવી દેવા, કાં તો જેલમાં ધકેલીને તેમનું ધારાસભ્ય પદ રદ કરાવી દેવું, જેથી જંગલો આંચકી શકાય. વકીલો બરાબર ન રાખ્યા હોવાના શાસક પક્ષના આક્ષેપોને પણ તેમણે ફગાવી દીધા હતા. આ લડાઈને કાનૂની અને સામાજિક સ્તરે લડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં ૪૦૦ જેટલી રેલીઓ યોજવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટના આ ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં આદિવાસી સમાજ પોતાની તમામ ૨૭ બેઠકો અને સાંસદોની સીટો પર ભાજપના મૂળિયા ઉખેડી નાખીને બેલેટ પેપરથી આ અન્યાયનો જડબાતોડ જવાબ આપશે તેમ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદના અંતે જણાવ્યું હતું.

ભાજપે સત્તાનો દૃુરુપયોગ કરીને અને ખોટી રીતે ધમકીઓ આપીને ચૈતર વસાવા ઉપર આ કાનૂની કેસ કરાવ્યો છે.

ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે ચૈતર વસાવા સામે થયેલી આ એફઆઈઆર અને તાજેતરમાં કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં આવતીકાલે, ૨ જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગામે એક વિશાળ 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. રાજપીપળા ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા 'આપ'ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી હતી અને ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar