Dailyhunt

૮ વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કરનારને રાહતનો હાઇકોર્ટનો ઇનકાર

ધો.૧૨ની સગીરાનું આઠ વર્ષ સુધી શારીરિક શોષણ કરનારા આરોપી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી રદ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. આરોપીએ ગંભીર પ્રકારના ગુનો આચર્યો હતો અને શારીરિક શોષણ કર્યા બાદ તે યુવતીના બીભત્સ ફોટો અને વીડિયો બનાવતો હતો. આમ તેણે યુવતી જ્યારે મોટી થઇ અને તેના લગ્ન કરાવ્યા, ત્યારબાદ આ ફોટો-વીડિયોનો દુરુપયોગ કરી તેનો ઘરસંસાર પણ તોડાવ્યો હતો.

આ કેસમાં આરોપી સુભાષ મોદૃીએ વર્ષ ૨૦૧૪માં તેની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતના ગુનાની ફરિયાદ અને ચાર્જશીટ સહિતની કાનૂની કાર્યવાહી રદ કરવા અરજી કરી હતી. આ કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં ૧૧ આરોપી સામે યુવતીએ આક્ષેપો કર્યા હતા. તેમાં અરજદૃાર પહેલા નંબરનો આરોપી છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી દૃીધી છે.

આ કેસની વિગત એવી છે કે યુવતી જ્યારે માત્ર ચાર વર્ષની હતી. ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. આરોપી યુવતીના વિસ્તારમાં જ રહેતો હતો. યુવતીએ ધો.૧૨ની પરીક્ષા પણ પાસ કરી હતી. દરમિયાન આરોપી યુવતીને તેની સી.જી. રોડની ઓફિસે બોલાવતો હતો અને કેફી પીણું પીવડાવીને દૃુષ્કર્મ કરતો હતો. આરોપીએ જુદૃી જુદૃી જગ્યાએ યુવતી સાથે દૃુષ્કર્મ કર્યું હતું. યુવતી ૨૪ વર્ષની થઈ ત્યાં સુધી આરોપીએ તેનું શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. લગભગ આઠ વર્ષ સુધી આરોપીએ યુવતીનો લાભ ઊઠાવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો પણ સાચવી રાખ્યા હતા. ત્યારબાદ યુવતીના પિતાએ તેના લગ્ન કરાવ્યા હતા. પરંતુ આરોપીએ એ લગ્નમાં પણ એક જ વર્ષમાં ભંગાણ પડાવ્યું હતું. યુવતી નોકરી કરવા જતી ત્યારે પણ આરોપી તેનો પીછો કરતો અને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. યુવતીના બીજે લગ્ન થયા હતા, ત્યાં ફોન પર વાત કરવા દૃબાણ કરતો હતો. જો એમ ન કરે તો તેના સાસરિયાંને ફોટા મોકલી દૃેવા ધમકી આપી હતી. જેથી કરીને યુવતીએ તેની વાત માનવી પડી હતી. ત્યારબાદ આ મામલે ૧૭ લાખના દાગીના અને રોકડાનો વિવાદ ઊભો થયો હતો. આરોપીએ યુવતીને એક અન્ય યુવતીને મળવા કહૃાું હતું. જ્યાં સહઆરોપીએ યુવતી પાસેથી પૈસા અને મોબાઈલ લઈ લીધો હતો. તેને પણ યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીના ઘરના લોકોએ અપહરણ થઇ ગયાનું સમજીને પોલીસને જાણ કરી હતી.

ધો.૧૨ની સગીરાનું આઠ વર્ષ સુધી શારીરિક શોષણ કરનારા આરોપી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી રદ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. આરોપીએ ગંભીર પ્રકારના ગુનો આચર્યો હતો અને શારીરિક શોષણ કર્યા બાદ તે યુવતીના બીભત્સ ફોટો અને વીડિયો બનાવતો હતો. આમ તેણે યુવતી જ્યારે મોટી થઇ અને તેના લગ્ન કરાવ્યા, ત્યારબાદ આ ફોટો-વીડિયોનો દુરુપયોગ કરી તેનો ઘરસંસાર પણ તોડાવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar