દેવગઢ બારીયાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા બારીયા પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ.
-હાઈ પ્રોફાઈલ બનનારી આ પેટા ચૂંટણી કોને ફળશે? નીલ સોનીને કે ધર્મેશ કલાલને?
દેવગઢ બારીયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું રણશિંગું ફુંકાતા દેવગઢ બારીયાનો રાજકીય માહોલ ગરમાયો છે. અને જનસંપર્ક વિસરી ગયેલા નેતાઓ ફરી જનતા વચ્ચે જવાના પ્રયાસોમાં લાગી ગયા છે.
દેવગઢ બારીયા નગરપાલિકામાં અગાઉ પ્રમુખ પદને લઈને થયેલા ધમાસાણની સીધે સીધી અસર આ પેટા ચૂંટણી પર ચોક્કસપણે પડવાની છે. પ્રમુખ પદે પહેલા ધર્મેશ કલાલ પછી નીલ સોની પછી ફરી ધર્મેશ કલાલ રહ્યા છે. ત્યારે આ પેટા ચૂંટણી ફરી એક વખત પ્રમુખ પદના તાજને લઈને મહત્વની બનીને રહેવાની છે.
ભાજપ વિદ્ધ મતદાન કરનાર છ જેટલા પાલિકાના સભ્યો સસ્પેન્ડ થયા હતા અને ફરીથી આ છ બેઠકો માટે આગામી ૨૮ જુલાઇ ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે પોતાની શાખ જાળવવામાં આ છ બેઠકો ભાજપ માટે જીતવી ખૂબ જ જરી બની છે. જ્યારે બીજી તરફ જોવા જઈએ તો ભાજપમાંથી બર તરફ કરાયેલા નીલ સોની હાલ દેવગઢબારિયામાં મજબૂત નેતા કહી શકાય છે. તેઓ જનસંપર્કમાં સતત જોડાયેલા રહ્યા છે. અને સામાજીક સંસ્થાઓમાં તેઓના ભગીરથ કાર્યો પણ જોવા મળી રહ્યા છે. હાલ દેવગઢ બારીયાની રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન કરીએ તો આ ચૂંટણી વર્તમાન પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ અને નીલ સોનીના રાજકીય અસ્તિત્વને નક્કી કરશે. ધર્મેશ કલાલ વર્તમાન નગરપાલિકા પ્રમુખ છે, અને તેઓ પણ પ્રજા વચ્ચે રહ્યા છે, ત્યારે હવે દેવગઢ બારીયાની જનતા નીલ સોનીની પડખે રહેશે કે ધર્મેશ કલાલને કાર્યરત રાખશે તે જોવાનું રહ્યું! આ પેટા ચૂંટણી ખરેખર દેવગઢબારિયા માટે ખૂબ જ મહત્વની બની રહેશે કારણ કે આની સીધે સીધી અસર ૨૦૨૭મા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. કારણ કે માઇક્રો પ્લાનિંગ કરી દર વખતે બીજેપીને જીતાડવામાં નીલ સોનીનો હંમેશા સિંહફાળો રહ્યો છે. પરંતુ હવે તેઓ ભાજપમાં રહ્યા નથી. તેમની ઉપર આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જેવા રાજકીય વિરોધ પક્ષોની નજર છે. હવે નીલ સોનીના બંને હાથમાં લાડવો છે પરંતુ તેઓ ખાય છે કે નહીં તે જોવાનું રહ્યું! હવે બે મોટા દીગ્ગજ કહી શકાય એવા ખૂબ જ ધનાઢય લોકો વચ્ચેની ચૂંટણી હોવાથી આ ખૂબ જ હાઈ પ્રોફાઈલ બનનારી પેટા ચૂંટણીમાં દેવગઢ બારીયાની જનતા કોની સાથે જશે એ ખૂબજ મહત્ત્વનું છે. ગઈ વખતની ચૂંટણીમાં નીલ સોની ભાજપના બેનર પર ચૂંટણી લડ્યા હતા, અને જીત્યા હતા. પરંતુ તેઓ પક્ષાંતરધારા હેઠળ સસ્પેન્ડ થયા હતા. અને તેઓને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. અને હાલ તેઓ ફરીથી ચૂંટણી જંગમાં ઊતરશે ત્યારે હવે તેઓ જાતે ચૂંટણી લડશે કે તેમના કોઈ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારશે તે જોવાનું રહ્યું! દેવગઢ બારીયાની રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો નીલ સોની છ એ છ બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે જ્યારે ધર્મેશ કલાલ તેઓ ભાજપના બેનર પર જીતી હાલ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે, ત્યારે આ પેટા ચૂંટણીમાં છ એ છ બેઠકો પર પોતાના ઉમેદવારને જીતાડવાની તેમની ખૂબ જ મોટી જવાબદારી રહેશે. આ હાઈ ફાઈલ ચૂંટણી જંગમાં જનતા કોની સાથે છે તે હવે જોવું રહ્યું!
દેવગઢ બારીયા નગરપાલિકામાં સાત ટર્મ સતત નીલ સોની પરિવારનું આધિપત્ય રહ્યું…
દેવગઢ બારીયા નગરના વિકાસમાં નીલ સોની પરિવારનો સિંહ ફાળો રહ્યો છે. નીલ સોની પરિવાર દેવગઢ બારીયા નગરપાલિકાની એકે ચૂંટણીમાં હાર્યો નથી. છેલ્લી સાત ટર્મ સુધી દેવગઢ બારિયા નગર પાલિકામાં નીલ સોની પરિવારનું આધિપત્ય રહ્યું છે. છેલ્લા ૩૦ વર્ષમાં ત્રણ ટર્મ નીલ સોનીના માતૃ, ત્રણ ટર્મ નીલ સોનીના ધર્મપત્ની ચાર્મી સોની તથા એક ટર્મ દેવગઢબારિયા નગર પાલિકામાં વિજયી બની પોતાની સેવા આપી દેવગઢબારિયા નગરને વિકાસની કેડીએ આગળ વધાર્યું હતું.
દેવગઢ બારીયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું રણશિંગું ફુંકાતા દેવગઢ બારીયાનો રાજકીય માહોલ ગરમાયો છે. અને જનસંપર્ક વિસરી ગયેલા નેતાઓ ફરી જનતા વચ્ચે જવાના પ્રયાસોમાં લાગી ગયા છે. દેવગઢ બારીયા નગરપાલિકામાં અગાઉ પ્રમુખ પદને લઈને થયેલા ધમાસાણની સીધે સીધી અસર આ પેટા ચૂંટણી પર ચોક્કસપણે પડવાની છે. પ્રમુખ પદે પહેલા ધર્મેશ કલાલ પછી નીલ સોની પછી ફરી ધર્મેશ કલાલ રહ્યા છે. ત્યારે આ પેટા ચૂંટણી ફરી એક વખત પ્રમુખ પદના તાજને લઈને મહત્વની બનીને રહેવાની છે.
