Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

આંગડિયા પેઢીના માલિક પાસેથી રૂ. ૩.૧૮ કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી વિજય મુખીની ધરપકડ

કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ઓળખાણ અને સેટિંગ કરાવી આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરનાર કથિત માસ્ટરમાઇન્ડ વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીએ એક આંગડિયા પેઢીના માલિક પાસેથી કેસ પતાવી આપવાની અને ઈડી દ્વારા જપ્ત કરાયેલી રકમ પરત અપાવવાની લાલચ આપી રૂ. ૩.૧૮ કરોડ પડાવ્યાનો આરોપ છે.

૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન આશરે રૂ. ૧૧.૧૦ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિજય મુખીએ આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક કરીને પોતાને ઈડી અને સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટિગેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંબંધો હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો કે જપ્ત કરાયેલી રકમ પરત અપાવી દેશે અને કેસ પણ સમાપ્ત કરાવી દેશે. તેના બદલામાં રૂ. ૩.૧૮ કરોડની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, વિશ્વાસમાં આવી પેઢીના માલિકે આરોપીને મોટી રકમ ચૂકવી દીધી. જાકે, લાંબા સમય સુધી ન તો કેસમાં કોઈ રાહત મળી અને ન જ જપ્ત કરાયેલી રકમ પરત મળી. ત્યારબાદ પોતે છેતરાયા હોવાની શંકા જતાં તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેÂક્નકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મુખ્ય આરોપી વિજય મુખીને ઝડપી લેવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી લાખોની કિંમતની બીવાયડી ઇલેક્ટ્રીક કાર પણ જપ્ત કરી છે.કોર્ટમાંથી છ દિવસના રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ દરમિયાન સમગ્ર ગેંગ અંગે મહત્વની વિગતો સામે આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ ગેંગમાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હોવાની માહિતી મળી છે. તેમાં એક વકીલ સહિત અન્ય સાગરિતોની ભૂમિકા સામે આવી રહી છે. પોલીસે તમામ આરોપીઓની સંડોવણી, નાણાંનો પ્રવાહ અને છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા માધ્યમોની તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વિજય મુખી મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામનો રહેવાસી છે. તેણે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ લંડન જઈ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને વર્ષ ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન ત્યાં રહ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, બાદમાં તેણે વિદેશમાં નાગરિકતા પણ મેળવી હતી અને વર્ષ ૨૦૨૨થી ભારતમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા તરીકે રહેતો હતો.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેના વિરુદ્ધ અગાઉ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમાં એક મોટા સાયબર ફ્રોડ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાલ છેતરપિંડીમાં ગયેલી રૂ. ૩.૧૮ કરોડની રકમનો પત્તો લગાવવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ અન્ય સંભવિત ભોગ બનનાર લોકોની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે જાહેર અપીલ કરી છે કે જા કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે.

કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ઓળખાણ અને સેટિંગ કરાવી આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરનાર કથિત માસ્ટરમાઇન્ડ વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીએ એક આંગડિયા પેઢીના માલિક પાસેથી કેસ પતાવી આપવાની અને ઈડી દ્વારા જપ્ત કરાયેલી રકમ પરત અપાવવાની લાલચ આપી રૂ. ૩.૧૮ કરોડ પડાવ્યાનો આરોપ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar