Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અમદાવાદ રહેતા પુત્રના ઘરે આવ્યા અને તસ્કરો ઘર સાફ કરી ગયા

રૈયોલીમાં નિવૃત્ત એએસઆઇના ઘરમાંથી ૩૧ તોલા સોના, ૩ કિલો ચાંદીના ઘરેણાંની ચોરી.

કુલ રૂ.૭.૪૦ લાખની મત્તાની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ, સરકારી પેટી અને અનાજ ભરવાના પીપડામાં ઘરેણાં રાખ્યા હતા

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે રહેતા નિવૃત્ત એએસઆઇના ઘરના દરવાજાના તાળા તોડીને કોઇ તસ્કરો સરકારી પેટી અને અનાજ ભરવાના પીપડામાં રાખેલા ૩૧ તોલા સોનાના તથા ૩ કિલો ચાંદીના ઘરેણાં ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

નિવૃત્ત લીસમેનના ઘરમાં જ થયેલી ચોરીની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. બનાવ સમયે પરિવાર અમદાવાદ રહેતા પુત્રના ઘરે ગયો હતો.

રૈયોલી ગામે હાઇસ્કૂલ પાસે રહેતા અને પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રતાપસિંહ કાભસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૯ના રોજ તેઓ અમદાવાદના નરોડા ખાતે રહેતા તેમના દીકરાના ઘરે ગયા હતા. જ્યાંથી તા.૨૪ના રોજ સવારે પરત આવતા મકાનમાં જવાના ઝાંપલાનું અને ઘરના લોખંડના મુખ્ય દરવાજાના લોક જોવા મળ્યા નહોતા. બાદમાં ઘરમાં જઇને તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. દરમિયાનમાં પરિવારના અન્ય લોકોએ પણ આવીને તપાસ કરતા સરકારી પેટી તેમજ અનાજ ભરવાના પીપડામાં રાખેલા પરિવારના સભ્યોના કુલ ૩૧ તોલા સોનાના ઘરેણાં તેમજ ત્રણ કિલો ચાંદીના ઘરેણાં મળી આવ્યા નહોતા. આશરે કુલ ૭.૪૦ લાખ ‚પિયાના સોના- ચાંદીના ઘરેણાં કોઇ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. જેના પગલે નિવૃત્ત પોલીસ કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એક નિવૃત્ત પોલીસમેનના ઘરમાં જ આટલી મોટી રકમની મત્તાની થયેલી ઘરફોડીએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે રહેતા નિવૃત્ત એએસઆઇના ઘરના દરવાજાના તાળા તોડીને કોઇ તસ્કરો સરકારી પેટી અને અનાજ ભરવાના પીપડામાં રાખેલા ૩૧ તોલા સોનાના તથા ૩ કિલો ચાંદીના ઘરેણાં ચોરી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. નિવૃત્ત લીસમેનના ઘરમાં જ થયેલી ચોરીની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. બનાવ સમયે પરિવાર અમદાવાદ રહેતા પુત્રના ઘરે ગયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar