Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત, જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ

ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોએ િંચતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૨૬૪ કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના મહિને આ સંખ્યા ૬૮ હતી.

અમદૃાવાદૃમાં ડેન્ગ્યુના કેસમાં માત્ર એક મહિનામાં મોટો ઉછાળો નોંધાયો છે.

ઓગસ્ટમાં ૨૬૪ કેસ સામે જુલાઈમાં ૬૮ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના કેસ પણ ૫૦થી વધીને ૧૦૩ થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ ૫થી વધીને ૨૦ સુધી પહોંચ્યા છે.

એએમસી દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ દૃર્દૃીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ૧૩૬ સેમ્પલમાંથી ૫૮ સેમ્પલ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા. તેમાં ૪૬ સેમ્પલમાં ડેન્ગ્યુ ટાઇપ-૨, એક સેમ્પલમાં ટાઇપ-૩ અને પાંચ સેમ્પલમાં મિક્સ વાયરસની હાજરી જોવા મળી હતી.

એએમસીએ મચ્છરોના પણ સેમ્પલ એકત્ર કરીને તપાસ હાથ ધરી હતી. કુલ ૩૩૩ સેમ્પલમાંથી ૨૯ સેમ્પલ પોઝિટિવ મળ્યા હતા. આ પૈકી ૨૫ સેમ્પલમાં ટાઇપ-૨ અને ચાર સેમ્પલમાં ટાઇપ-૩ વાયરસ જોવા મળ્યો હતો. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના વિવિધ પ્રકારોમાં ટાઇપ-૨ અને ટાઇપ-૩ના ચેપમાં ગંભીર બીમારીનું જોખમ વધી શકે છે. આવા કિસ્સામાં રક્તરુાાવ, બ્લડ પ્રેશર ઘટવું તેમજ લીવર અને કિડની જેવા મહત્વના અંગો પર અસર જેવી ગંભીર જટિલતાઓ થઈ શકે છે.

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થતાં મચ્છરોના ઉપદ્રવને રોકવા સાવચેતી રાખવી જ‚રી બની છે. ખાસ કરીને ઘરની આસપાસ કે અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની તકેદૃારી રાખવી, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા અને મચ્છરોના ઉત્પત્તિસ્થળોને દૃૂર કરવા પર ધ્યાન આપવું જ‚રી છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતું હોવાથી તાવ, શરીરમાં દૃુખાવો કે અન્ય તકલીફ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

અમદૃાવાદૃમાં ડેન્ગ્યુના કેસમાં માત્ર એક મહિનામાં મોટો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટમાં ૨૬૪ કેસ સામે જુલાઈમાં ૬૮ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના કેસ પણ ૫૦થી વધીને ૧૦૩ થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ ૫થી વધીને ૨૦ સુધી પહોંચ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar