Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

અમદાવાદના ધોળકામાં ૧૮ ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ગત રોજ અંદાજે ૧૮ ઇંચ વરસાદ નોંધાતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.ધોળકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે,

જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે.ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીને મોટો ફટકો પડ્યો છે.

શહેરની અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં ઢીંચણસમા પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક પરિવારોને ઘરની અંદર પાણી ભરાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ધોળકા-સરખેજ હાઈવે, ધોળકા-ખેડા હાઈવે અને ધોળકા-બાવળા હાઈવે પર ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા અને તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય તો મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને સાવચેત રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

દરમિયાન અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી Âસ્થતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયાની દુઃખદ ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, વિરમગામના ઉજીની ચાલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાયેલા વિસ્તારમાં બનેલી ઘટનામાં એક યુવક ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ભારે વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ખાસ કરીને ઘાંચાની લાટી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જાવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડવા તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ટીમો સક્રિય છે.

વિરમગામના નાયબ કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.તંત્ર દ્વારા લોકોને સ્થાનિક પ્રશાસનને સહકાર આપવા અને પાણી ભરાયેલા જાખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. હાલ વિરમગામમાં વરસાદી એસટીએચઆઇટીઆઇ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar