Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

બાલાસિનોર તાલુકાના તલાટીઓએ મહેસૂલી કામગીરીથી દૂર રહેવાની ચીમકી, વિવિધ માંગણીઓ મુદ્દે રજૂઆત

બાલાસિનોર તાલુકા તલાટી મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે, તલાટી કમ મંત્રીઓ પાસે પંચાયત અને ગ્રામ વિકાસ ઉપરાંત મહેસૂલ વિભાગ તેમજ અન્ય વિભાગોની વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી રહી છે, જેના કારણે મૂળ કામગીરી પર અસર થઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું છે.

તલાટી મંડળના જણાવ્યા મુજબ, લાંબા સમયથી રજૂઆત છતાં માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય તો આગામી સમયમાં મહેસૂલી કામગીરી બંધ રાખવા સહિતના કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.

આવેદનપત્રમાં તલાટી કમ મંત્રીઓ પર વધતા કામના ભારને ઘટાડવા, કામગીરીનું યોગ્ય વિભાજન કરવા તેમજ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. સાથે જ સંબંધિત અધિકારીઓને આ અંગે યોગ્ય રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.

તલાટી મંડળે સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહેસૂલી કામગીરી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે.

બાલાસિનોર તાલુકા તલાટી મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે, તલાટી કમ મંત્રીઓ પાસે પંચાયત અને ગ્રામ વિકાસ ઉપરાંત મહેસૂલ વિભાગ તેમજ અન્ય વિભાગોની વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી રહી છે, જેના કારણે મૂળ કામગીરી પર અસર થઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું છે. તલાટી મંડળના જણાવ્યા મુજબ, લાંબા સમયથી રજૂઆત છતાં માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આથી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય તો આગામી સમયમાં મહેસૂલી કામગીરી બંધ રાખવા સહિતના કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar