બાલાસિનોર તાલુકાના રેૈયોલી ગામે રહેતા નિવૃત્ત એ.એસ.આ.ના ધરના દરવાજાના તાળા તોડીને કોઈ તસ્કરો સરકારી પેટી અને અનાજ ભરવાના પીપડામાં રાખેલા ૩૧ તોલા સોનાના તથા ૩ કિલો ચાંદીના ધરેણા ચોરી ગયા હોવાની ધટના પોલીસ ચોપડે નોંધાઈ છે. નિવૃત્ત પોલીસમેનના ધરમાં જ થયેલી ચોરીની આ ધટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. બનાવ સમયે પરિવાર અમદાવાદ રહેતા પુત્રના ધરે ગયો હતો.
રૈયોલી ગામે હાઈસ્કુલ પાસે રહેતા અને પોલીસમાં એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવી ચુકેલા પ્રતાપસિંહ કાભસિંહ ચોૈહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૯ ના રોજ તેઓ અમદાવાદના નરોડા ખાતે રહેતા તેમના દિકરાના ધરે ગયા હતા. જયાંથી તેઓ ૨૪નારોજ સવારે પરત આવતા મકાનમાં જવાના ઝાંપલાનુ અને ધરના લોખંડના મુખ્ય દરવાજાના લોક જોવા મળ્યા ન હતા. બાદમાં ધરમાં જઈને તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. દરમિયાનમાં પરિવારના અન્ય લોકોએ પણ આવીને તપાસ કરતા સરકારી પેટી તેમજ અનાજ ભરવાના પીપડામાં રાખેલા પરિવારના સભ્યોના કુલ ૩૧ તોલા સોનાના ધરેણા તેમજ ત્રણ કિલો ચાંદીના ધરેણા મળી આવ્યા ન હતા. આશરે કુલ ૭.૪૦ લાખ પિયાના સોના-ચાંદીના ધરેણા કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. જેના પગલે નિવૃત્ત પોલીસ કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.