
બરેલી ક્લબ ખાતે આયોજિત રક્ષા બંધન કાર્યક્રમમાં ભારે અંધાધૂંધી ફાટી નીકળી હતી. મેયર ઉમેશ ગૌતમ અને પાર્થ ગૌતમ ફાઉન્ડેશનના પ્રમુખ પાર્થ ગૌતમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓની મોટી ભીડ ઉમટી પડી હતી. ઘણી મહિલાઓ અને બાળકો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મંચ પરથી ગુમ થયેલા બાળકો વિશે સતત જાહેરાતો કરવામાં આવી રહી હતી.
મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કાર્યક્રમ સ્થળે લઈ જવા માટે બસો ઉપલબ્ધ હતી, પરંતુ તેમના ઘરે પાછા ફરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ભીડના કારણે બરેલી ક્લબ તરફ જતા તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
માહિતી મળતાં, સીઓ ફર્સ્ટ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શ કર્યા. એવું કહેવાય છે કે કાર્યક્રમમાં મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવી રહૃાું હતું, જેના કારણે ભીડ વધુ ઉમટી પડી હતી. ૪૦ વર્ષીય રેખા પણ સાડી લેવા માટે પહોંચી હતી અને ગરમીને કારણે પડી ગઈ હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મંચ પરથી ગુમ થયેલા બાળકો વિશે સતત જાહેરાતો કરવામાં આવી રહી હતી. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કાર્યક્રમ સ્થળે લઈ જવા માટે બસો ઉપલબ્ધ હતી, પરંતુ તેમના ઘરે પાછા ફરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ભીડના કારણે બરેલી ક્લબ તરફ જતા તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
