Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાજપના કાર્યકરો ભાજપ સામે જ કેમ રસ્તા પર ઉતરી આવ્યા,કેસરિયો પહેરી ગાંધીનગર કમલમમાં હલ્લાબોલ

ભાજપના કાર્યકરો ભાજપ સામે જ કેમ રસ્તા પર ઉતરી આવ્યા,કેસરિયો પહેરી ગાંધીનગર કમલમમાં હલ્લાબોલ

ગુજરાત ભાજપના ગઢ ગણાતા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ભાજપમાં જ આંતરિક અસંતોષ સપાટી પર પહોંચ્યો છે. માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ સામે તેમના જ મતવિસ્તારના ભાજપના કાર્યકરો અને સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. જે.એસ. પટેલ સામે સ્વપક્ષના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો છે અને કમલમ ખાતે કેસરી ખેસ પહેરીને જ ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે

ગાંધીનગરના કોબા સ્થિતિ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે વેડા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. માણસાના વેડા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ગામના બિસ્માર રોડ બાબતે ધારાસભ્ય જે.એસ. પટેલને વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, ધારાસભ્ય દ્વારા રોડ બનાવવાની દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

માણસાના વેડા ગામે વિકાસના દાવાઓ વચ્ચે ગામના રસ્તાઓ ન બનતા ગ્રામજનોની ધીરજ ખૂટી હતી અને તેઓ ગાંધીનગર સુધી ન્યાય માંગવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે, પ્રદર્શનકારીઓ ભાજપના જ સક્રિય કાર્યકરો અને સમર્થકો હતા. તેઓએ ગળામાં ભાજપનો કેસરી ખેસ ધારણ કરીને જ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં વેડા ગામના ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જાડાયા હતા. જેમાં નાનાં બાળકો, મહિલાઓ અને યુવાનોનો પણ સમાવેશ થતો હતો.કમલમની બહાર એકઠા થયેલા આ લોકોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું અને રોડ બનાવવાની જીદ સાથે ધરણા પર બેસી ગયા હતા. સમગ્ર મામલે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે આ રોષે ભરાયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી. તેમજ તમામ ગ્રામજનોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હતી.

મુખ જગદીશ વિશ્વકર્મા તેમની વાત સાંભળશે અને તેઓને ન્યાય અપાવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. હાલમાં તો ભાજપના પ્રદેશ નેતાગીરી દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ, પોતાના જ ધારાસભ્ય સામે પક્ષના કાર્યકરોનો આ પ્રકારનો વિરોધ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જાવાનું એ રહેશે કે જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ નેતાગીરી વેડા ગામના આ પ્રશ્નનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar