Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભારત માટે સૌથી મોટો ખતરો પાકિસ્તાન અને ચીનથી છે, રિપોર્ટમાં બોલ્ડ દાવો

ભારતની પરિસ્થિતિને "યુદ્ધ નહીં, શાંતિ નહીં" ના હાઇબ્રિડ પડકાર તરીકે વર્ણવવામાં આવી છે,

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતના પરંપરાગત સુરક્ષા પડકારો પાકિસ્તાન અને ચીનની આસપાસ કેન્દ્રિત રહેશે. સિંગાપોરમાં સપ્તાહના અંતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંવાદ પહેલા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભવિષ્યમાં કોઈપણ સંભવિત પરંપરાગત યુદ્ધ સ્થાનિક પ્રકૃતિનો હશે.

લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના અહેવાલ, જેનું શીર્ષક "એશિયા-પેસિફિક રિજનલ સિક્્યુરિટી એસેસમેન્ટ" છે, તેમાં જણાવાયું છે કે ભારત તેના બંને પરમાણુ સશ† પડોશીઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદોને કારણે મોટા પાયે પરંપરાગત લશ્કરી કાર્યવાહી માટે તેની સેનાને તૈયાર કરી રહ્યું છે.

અહેવાલ મુજબ, ચીન સાથે ભારતના સરહદી વિવાદો પ્રમાણમાં પરંપરાગત સ્વભાવના છે અને ભારત-પાકિસ્તાન સંઘર્ષની તીવ્રતા સુધી વધવાની શક્્યતા નથી. તેમ છતાં, ચીન અને પાકિસ્તાન બંને સાથેની ભારતની સરહદો લશ્કરી રીતે સંવેદનશીલ રહેશે. ભારત હિંદ મહાસાગર ક્ષેત્રની બહાર વ્યાપક એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સક્રિય લશ્કરી ભૂમિકા ભજવે તેવી શક્્યતા નથી. ભારત તાઇવાન પર સંભવિત યુએસ-ચીન સંઘર્ષથી પણ અંતર જાળવવાનો પ્રયાસ કરશે.

અહેવાલમાં ભારતની પરિસ્થિતિને "યુદ્ધ નહીં, શાંતિ નહીં" ના હાઇબ્રિડ પડકાર તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં ચીન અને પાકિસ્તાન બંનેનો સમાવેશ થાય છે. તે જણાવે છે કે ભારતીય લશ્કરી સિદ્ધાંત સતત વિકસિત થઈ રહ્યો છે અને પાકિસ્તાન અને ચીન સામેના ઓપરેશન્સમાંથી મેળવેલા અનુભવોના આધારે અસરકારકતામાં વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૬, ૨૦૧૯ અને ૨૦૨૫ માં પાકિસ્તાન સામે કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક્સે ભારતની લશ્કરી વ્યૂહરચના અને સિદ્ધાંતના વિકાસને પ્રભાવિત કર્યો છે.

રિપોર્ટમાં તાઇવાનને યુએસ અને ચીન બંનેની લશ્કરી વ્યૂહરચનાઓનું મુખ્ય કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. જ્યારે યુએસ તાઇવાનની સુરક્ષા અને તાકાત પર ભાર મૂકી રહ્યું છે, ત્યારે ચીન યુએસ હસ્તક્ષેપને રોકવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. વધુમાં, તે હિંદ મહાસાગર ક્ષેત્રમાં, ખાસ કરીને મલાક્કા સ્ટ્રેટના મુખ્ય વ્યૂહાત્મક માર્ગો પર વધતી જતી ભૂરાજકીય સ્પર્ધાનો પણ ઉલ્લેખ કરે છે. રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રમાં ચીનની વધતી જતી લશ્કરી ક્ષમતાઓ લશ્કરી હાજરી પર સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી રહી છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંવાદ, "શાંગરી-લા ડાયલોગ", ૨૯ થી ૩૧ મે દરમિયાન સિંગાપોરમાં યોજાશે, જેમાં વિવિધ દેશોના સંરક્ષણ પ્રધાનો અને લશ્કરી પ્રતિનિધિઓ ભાગ લેશે.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતના પરંપરાગત સુરક્ષા પડકારો પાકિસ્તાન અને ચીનની આસપાસ કેન્દ્રિત રહેશે. સિંગાપોરમાં સપ્તાહના અંતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંવાદ પહેલા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભવિષ્યમાં કોઈપણ સંભવિત પરંપરાગત યુદ્ધ સ્થાનિક પ્રકૃતિનો હશે. લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના અહેવાલ, જેનું શીર્ષક "એશિયા-પેસિફિક રિજનલ સિક્્યુરિટી એસેસમેન્ટ" છે, તેમાં જણાવાયું છે કે ભારત તેના બંને પરમાણુ સશ† પડોશીઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદોને કારણે મોટા પાયે પરંપરાગત લશ્કરી કાર્યવાહી માટે તેની સેનાને તૈયાર કરી રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar