Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

બોડેલી ખાંડીયા પાસેથી ઈકો ગાડીમાં લઈ જવાતો રૂ.૭.૯૮ લાખનો દારૂ ઝડપ્યો

બોડેલી પોલીસે ખાંડીયા ગામ નજીકથી ઈકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ.૭.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે ખાંડીયા ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ઈકો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજે ₹2,98,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ઉપરાંત, આશરે ₹5 લાખની કિંમતની ઈકો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી.

બોડેલી પોલીસે ફરાર થયેલા ગાડી ચાલકની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ શ‚ કરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ખાંડીયા ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ઈકો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા તેનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજે ₹2,98,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ઉપરાંત, આશરે ₹5 લાખની કિંમતની ઈકો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar