
બોડેલી શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો છવાઈ જતાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવ્યા હતા.
આ વરસાદ ખેડૂતો માટે પણ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. ખેતીલાયક વરસાદથી પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવ્યા હતા. આ વરસાદ ખેડૂતો માટે પણ લાભદાયક માનવામાં આવી રહ્યો છે. ખેતીલાયક વરસાદથી પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
