છોટા ઉદેપુર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ નગરની ડોન બોસ્કો સ્કૂલ બ્રિજ પાસેથી એક ઇનોવા ગાડીમાંથી રૂ. 3,96,832/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે LCB ટીમે દારૂની વધુ એક મોટી ખેપ પકડી પાડી છે.
LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, અંબાલા તરફથી એક ઇનોવા કારમાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે સુરખેડા પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન, બાતમી મુજબની ઇનોવા ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, ગાડીના ચાલકે રોકવાને બદલે પૂરઝડપે ગાડી ભગાવી હતી. LCB ટીમે તેનો પીછો કરતા, ચાલક છોટા ઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલ પાસે બ્રિજ નજીક ગાડી મૂકીને રાતના અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ LCB ટીમે ઇનોવા ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1456 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 3,96,832/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને ઇનોવા ગાડી સહિત કુલ રૂ. 13,96,832/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે, ત્યારે LCB ટીમે દારૂની વધુ એક મોટી ખેપ પકડી પાડી છે.