Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

છોટાઉદેપુર જીલ્લાના ૭ પીઆઇ અને ૪ પી.એસ.આઈ.ની સામૂહિક બદલી

છોટાઉદેપુર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ૭ જેટલા પીઆઇ અને ૪ પી એસઆઇની વહીવટી કારણોસર જીલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા આંતરિક બદલી કરાઇ છે.

છોટાઉદેપુર જીલ્લાના પી આઈ તરીકે આર જે જાડેજાને કદવાલ પોલીસ સ્ટેશન, એ. બી તોમર લીવ રિઝર્વ પોલીસ હેડ ક્વાટર ખાતેથી કરાલી પોલીસ સ્ટેશન, એલઆઇબી શાખાના એચ.એમ રબારીની છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

છોટાઉદેપુર પોલીસ મથકના જે ડી વસાવાને જોજ પોલીસ સ્ટેશન, એ.બી. દેવધા ઝોઝથી એલઆઈબી શાખામાં બદલી કરાઇ છે. એસ.ડી. કલારા પાનવડથી એ.એચ.ટી.યુ. એન્ડ આઈ.યુ.સી.એ.ડબલ્યુ. ઓફિસમાં બદલી જ્યારે આર.કે.પરમાર એ.એચ.ટી.યુ. ખાતે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે મુક્યાં છે.

જયારે કદવાલ પીએસઆઇ કે.કે.પરમારને લીવ રિઝર્વ એલસીબી શાખા, કરાલી પોલીસ મથકના ડી.કે. પંડ્યાને લીવ રિઝર્વ પેરોલ ફ્લો ચાર્જ, પેરોલ ફલોમાં ફરજ બજાવતાં જે.ડી. રાઠોડની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેલના એ.એલ.માલીવાડની કદવાલ પોલીસ સ્ટેશન સટુન ઓપી ખાતે બદલી કરવામાં આવી છે.

છોટાઉદેપુર જીલ્લાના પી આઈ તરીકે આર જે જાડેજાને કદવાલ પોલીસ સ્ટેશન, એ. બી તોમર લીવ રિઝર્વ પોલીસ હેડ ક્વાટર ખાતેથી કરાલી પોલીસ સ્ટેશન, એલઆઇબી શાખાના એચ.એમ રબારીની છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar