છોટાઉદેપુર નગરના કુસુમ સાગર તળાવમાંથી વહેલી સવારે પ્રા.શાળાના મુખ્ય શિક્ષકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ પુત્ર માટે કમળનુ ફુલ લેવા જતાં પગ લપસી જતાં તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી તેમનુ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ગંગેશ્ર્વર મહાદેવ મંદિર નજીક સ્થાનિકોએ તળાવમાં એક ઈસમનો મૃતદેહ તરતો જોયો હતો.
ધટનાની જાણ થતાં જ છોટાઉદેપુર પોલીસ સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને બોલાવાઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ કનુભાઈ સેંગલાભાઈ રાઠવા તરીકે થઈ હતી. તેઓ છોટાઉદેપુર તાલુકાના દડી ગામની પ્રા.શાળામાં મુખ્ય શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરિવારના જણાવ્યા મુજબ તેઓ વોકિંગ માટે નીકળ્યા બાદ પુત્રની ઈચ્છા પુરી કરવા કમળનુ ફુલ લેવા તળાવના કિનારે પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થયા હોવાનુ જણાયુ છે. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ગંગેશ્ર્વર મહાદેવ મંદિર નજીક સ્થાનિકોએ તળાવમાં એક ઈસમનો મૃતદેહ તરતો જોયો હતો. ધટનાની જાણ થતાં જ છોટાઉદેપુર પોલીસ સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને બોલાવાઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ કનુભાઈ સેંગલાભાઈ રાઠવા તરીકે થઈ હતી. તેઓ છોટાઉદેપુર તાલુકાના દડી ગામની પ્રા.શાળામાં મુખ્ય શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરિવારના જણાવ્યા મુજબ તેઓ વોકિંગ માટે નીકળ્યા બાદ પુત્રની ઈચ્છા પુરી કરવા કમળનુ ફુલ લેવા તળાવના કિનારે પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થયા હોવાનુ જણાયુ છે. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
