છોટાઉદેપુરના મલાજા પાસે પોલીસની સરકારી કાર અને માતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝોઝ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ આબાદ બચી ગયો હતો, જ્યારે વાન ચાલકને ઇજા થઇ હતી.
છોટાઉદેપુરના ઝોઝ પાસે મલાજા ગામ પાસેથી પસાર થઈ રહેલી પોલીસની સરકારી ગાડી અને એક માતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી.
વસાવા અને તેમની સાથે રહેલા સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.
જો કે, આ અકસ્માતમાં માતિ વાનના ચાલકને સામાન્ય ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ માતિ વાન અંદાજે ૪૦૦ મીટર સુધી રસ્તા પર ઘસડાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત રોંગ સાઈડ અને ઓવર સ્પીડના કારણે સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
છોટાઉદેપુરના ઝોઝ પાસે મલાજા ગામ પાસેથી પસાર થઈ રહેલી પોલીસની સરકારી ગાડી અને એક માતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. વસાવા અને તેમની સાથે રહેલા સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.
