Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દાહોદ જીલ્લામાં બે અલગ-અલગ અકસ્માતના બનાવમાં વૃધ્ધા સહિત બેને ઈજાઓ થતાં મોત

વાહન ચાલકની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે દાહોદ જીલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં ૬૦ વર્ષીય વૃદ્ધા સહિત બે જણાને ગંભીર જીવલેણ ઇજાઓ થતા તે બંનેના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ લીમખેડાના પાલ્લી ગામે ઈન્દોર અમદાવાદ બાયપાસ હાઈવે પર હડફ નદીના પૂલ નજીક રાત્રિના દસેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો.

જેમાં મહીસાગર જીલ્લાના કડાણા ગામે ભેમસર ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય દલાભાઈ ફતાભાઈ બારીયા પોતાની જીજે-૨૦-એક્સ-૫૪૧૭ નંબરની મોટર સાઇકલ પર જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં અંકુરભાઈની મોટરસાયકલ પર પાછળ બેઠેલ ૬૦ વર્ષીય નંદુબેન કાળુસિંહ બિલવાળને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જલીમડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત નંદુબેન કાળુસિંહ બિલવાળને સારવાર માટે ૧૦૮ મારફતે લીમડીની સ્વાસ્થય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંબંધે રેટીયા ગામના મૂળ વતની અને હાલ ગોદી રોડ ખાતે રહેતા અંકુરભાઈ પ્રેમાભાઈ વહોનીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ મામલે જે મિોટરસાયકલના ચાલક રેટીયા ગામના જવસિંગભાઈ મગનભાઈ ભાભોર વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ લીમખેડાના પાલ્લી ગામે ઈન્દોર અમદાવાદ બાયપાસ હાઈવે પર હડફ નદીના પૂલ નજીક રાત્રિના દસેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં મહીસાગર જીલ્લાના કડાણા ગામે ભેમસર ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય દલાભાઈ ફતાભાઈ બારીયા પોતાની જીજે-૨૦-એક્સ-૫૪૧૭ નંબરની મોટર સાઇકલ પર જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં અંકુરભાઈની મોટરસાયકલ પર પાછળ બેઠેલ ૬૦ વર્ષીય નંદુબેન કાળુસિંહ બિલવાળને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જલીમડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત નંદુબેન કાળુસિંહ બિલવાળને સારવાર માટે ૧૦૮ મારફતે લીમડીની સ્વાસ્થય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંબંધે રેટીયા ગામના મૂળ વતની અને હાલ ગોદી રોડ ખાતે રહેતા અંકુરભાઈ પ્રેમાભાઈ વહોનીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ મામલે જે મિોટરસાયકલના ચાલક રેટીયા ગામના જવસિંગભાઈ મગનભાઈ ભાભોર વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar