રાષ્ટ્રિય શિક્ષણ નિતિ(એન.ઈ.પી.-૨૦૨૦)અંતર્ગત વર્ષ-૨૦૩૦ સુધીમાં શાળા શિક્ષણમાં ૧૦૦ ટકા ક્રોસ એનરોલમેન્ટ રેશિયો(જીઈઆર)હાંસલ કરવા તેમજ શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુન: શિક્ષણ પ્રવાહમાં જોડવાના ઉદ્દેશ્યથી રાજયમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અમલમાં મુકાયુ છે.
જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોનુ પુન: શિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરાયુ છે.
આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપુર્ણ કામગીરી હાથ ધરાઈ રહી છે. દાહોદની લિટલ ફલાવર્સ સ્કુલ ખાતે રાજયમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યુ હતુ કે, ગુ એ નાનકડાં ભુલકાઓમાં સંસ્કારો સાથે વિદ્યા અને વ્યક્તિત્વનુ સુચન કરે છે. પોતાના બાળકોના ભવિષ્ય ધડવાની જવાબદારી દરેક માતા-પિતા શિક્ષકોને સોંપી દે છે. શિક્ષક એ બાળકોના જીવનની કેડી કંડારી તેને યોગ્ય દિશામાં દોરી જાય છે. સાથે સાંસદ જશવંતસિંહ ભાભોરે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સોૈ શિક્ષકોને સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવી રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ અંગે માહિતી આપી હતી. બેક ટુ સ્કુલ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૨ શિક્ષકોને સન્માનિત કરી ૧૧૧ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને પુરા પગારના આદેશ એનાયત કરાયા હતા.
જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોનુ પુન: શિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરાયુ છે. આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપુર્ણ કામગીરી હાથ ધરાઈ રહી છે. દાહોદની લિટલ ફલાવર્સ સ્કુલ ખાતે રાજયમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યુ હતુ કે, ગુ એ નાનકડાં ભુલકાઓમાં સંસ્કારો સાથે વિદ્યા અને વ્યક્તિત્વનુ સુચન કરે છે. પોતાના બાળકોના ભવિષ્ય ધડવાની જવાબદારી દરેક માતા-પિતા શિક્ષકોને સોંપી દે છે. શિક્ષક એ બાળકોના જીવનની કેડી કંડારી તેને યોગ્ય દિશામાં દોરી જાય છે. સાથે સાંસદ જશવંતસિંહ ભાભોરે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સોૈ શિક્ષકોને સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવી રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ અંગે માહિતી આપી હતી. બેક ટુ સ્કુલ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૨ શિક્ષકોને સન્માનિત કરી ૧૧૧ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને પુરા પગારના આદેશ એનાયત કરાયા હતા.
