Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દાહોદ જીલ્લામાં મજલી નવજાત બાળકને ત્યજી દેવાતા ગુનામાં સંજેલી કોર્ટે કુંવારી માતાને ૩ વર્ષની સજા ફટકારી

દાહોદ જીલ્લામાં મહિલા મજલી નવજાત બાળકને ત્યજી દેવાના ચર્ચાસ્પદ કેસમાં સંજેલી કોર્ટે કુંવારી માતાને દોષિત ઠેરવી ૩ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પ્રેમસંબંધમાંથી જન્મેલા બાળકને જન્મ બાદ ખેતરમાં મૂકી દેવાયો હતો, પરંતુ ઉગઅ ટેસ્ટ અને તબીબી પુરાવાઓના આધારે આખરે માતાનો ભાંડો ફૂટ્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૨માં સંજેલી વિસ્તારના એક ખેતર માંથી અંદાજે ૧૫ દિવસના નવજાત સંભળાતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા.

બાળકને તાત્કાલિક બચાવી પોલીસને સોંપ્યો હતો. બાળકના હોઠમાં જન્મજાત ખામી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંજેલી તાલુકાના ૧ ગામની યુવતી પ્રેમસંબંધના કારણે ગર્ભવતી બની હતી.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તેણે સીઝેરિયન ઓપરેશન દ્વારા બાળક ને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આ યુવતીએ બાળકને પાછું લેવાની કોઈજ ટ્રાયલ કર્યો નહીં.

પ્રેમીનો ઇનકાર, કોર્ટમાં પ્રેમીએ સ્વીકાર્યું કે લગ્ન પહેલાં શિલ્પાબેન તેના સંબંધથી ગર્ભવતી બની હતી અને બાળક તેનો જ હતો. પરંતુ બાળકના જન્મ સમયે સગાઈ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જુબાની અનુસાર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ બંને ગામોના પંચો ભેગા થયા હતા અને ત્યાં ૭૦ હજાર ‚પિયામાં નિકાલ' કરવામાં આવ્યો હતો. સૌથી રસપ્રદ વળાંક એ છે કે, જે પ્રેમીએ શ‚આતમાં બાળક સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, તેણે બાદમાં એ જ યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું કોર્ટમાં સ્વીકાર્યું હતું. આમ, પ્રેમસંબંધથી શ‚ થયેલી આ કહાની ગર્ભાવસ્થા, બાળકના ત્યાગ, પંચાયતના સમાધાન અને અંતે લગ્ન સુધી પહોંચી હતી પરંતુ નવજાતને ત્યજી દેવાના ગુનામાં કોર્ટે માતાને દોષિત ઠેરવી સજા ફટકારી છે. બાળક પાછું લેવા માતાએ કોઈ જ કાર્યવાહી ન કરી.

ચૂકાદામાં નોંધાયેલા તથ્યો મુજબ નવજાત બાળક ખેતર માંથી મળી આવ્યા બાદ તેને પોલીસ, બાળ કલ્યાણ સમિતિ અને સરકારી તંત્રની સંભાળમાં સોંપ્યો હતો. તપાસ દરમિયાન માતાની ઓળખ સ્થાપિત થઈ અને ઉગઅ રિપોર્ટથી બાળક તેનો જ હોવાનું પણ સાબિત થયું હતું. છતાં માતા દ્વારા બાળકનો કબજો મેળવવા કે તેની સંભાળ લેવા માટે કોઈ કાનૂની કે વહીવટી પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રેકોર્ડ પર આવ્યું નથી. આ બાબતને પણ કોર્ટે બાળકને સંપૂર્ણપણે ત્યજી દેવાના ઇરાદાના સંજોગ તરીકે ખાનમાં લીધી હતી.

પંથકમાં ત્યજી દીધુ હતું. તપાસ દરમિયાન પોલીસે બાળક અને યુવતીના ઉગઅ નમૂનાઓની તપાસ કરાવતા રિપોર્ટમાં બાળક તેનો જ જૈવિક પુત્ર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉગઅ પુરાવાઓને આધારે કોર્ટે માતાને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૧૭ હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. કેસ નોંધાયા બાદ ૪ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી કોર્ટમાં રજૂ થયેલા તબીબી રેકોર્ડ, સાક્ષીઓની જુબાની અને સુનાવણી બાદ આ ચૂકાદો જાહેર થયો છે.

જાન્યુઆરી ૨૦૨૨માં સંજેલી વિસ્તારના એક ખેતર માંથી અંદાજે ૧૫ દિવસના નવજાત સંભળાતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા. બાળકને તાત્કાલિક બચાવી પોલીસને સોંપ્યો હતો. બાળકના હોઠમાં જન્મજાત ખામી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંજેલી તાલુકાના ૧ ગામની યુવતી પ્રેમસંબંધના કારણે ગર્ભવતી બની હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar