Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દાહોદ રેલવે સ્ટેશન પર ૧૨ મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજના ગર્ડરનું સફળ લોન્ચિંગ

મુંબઈ-દિલ્હી વ્યસ્ત રેલમાર્ગ પર ટ્રેન વ્યવહારને અસર કર્યા વિના કામગીરી પૂર્ણ;લિફ્ટ સહિતની આધુનિક સુવિધાઓથી મુસાફરોને મળશે વધુ સુરક્ષા અને સગવડા.

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ દાહોદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણના ભાગ‚પે નિર્માણાધીન ૧૨ મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, મુંબઈ-દિલ્હી જેવા અતિ વ્યસ્ત રેલમાર્ગ પર કોઈપણ મુસાફર ટ્રેનના સંચાલનને અસર કર્યા વિના આ જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, નિર્માણાધીન ફૂટ ઓવર બ્રિજ દાહોદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મને એકબીજા સાથે જોડશે. ઉપરાંત સ્ટેશનના બંને તરફ આવેલા સર્ક્યુલેટિંગ એરિયાને પણ જોડવામાં આવશે, જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ બદલવામાં વધુ સુરક્ષા અને સરળતા મળશે. જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ ફૂટ ઓવર બ્રિજ પર ત્રણ લિફ્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન, મહિલાઓ અને અન્ય મુસાફરોને અવરજવર કરવામાં વિશેષ સહુલિયત મળશે.

રેલવે વિભાગના જણાવ્યા મુજબ ફૂટ ઓવર બ્રિજની કુલ લંબાઈ ૭૧.૨૦ મીટર છે. પ્લેટફોર્મ નંબર ૧ અને ૨ વચ્ચે ૨૭.૯૫ મીટર તથા પ્લેટફોર્મ નંબર ૩ અને ૪ વચ્ચે ૩૦ મીટરનું અંતર આવરી લેવામાં આવ્યું છે. ગર્ડર લોન્ચિંગનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે સ્પાન નિર્માણ સહિતના અન્ય માળખાકીય કામ તબક્કાવાર હાથ ધરાશે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ કરી તેને મુસાફરોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવશે. દાહોદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફર સુવિધાઓના વિસ્તરણની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.

પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ દાહોદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણના ભાગ‚પે નિર્માણાધીન ૧૨ મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, મુંબઈ-દિલ્હી જેવા અતિ વ્યસ્ત રેલમાર્ગ પર કોઈપણ મુસાફર ટ્રેનના સંચાલનને અસર કર્યા વિના આ જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar