ગ્રામજનોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો.
દાહોદ જિલ્લાના છાયણ ગામે GIDCના સંભવિત પ્રોજેક્ટના વિરોધમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વે નંબર ૩૮/૪ની સરકારી પડતર જમીન પર GIDC સ્થાપવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.છાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તલાટી તથા સરપંચની ઉપસ્થિતિમાં એક મુદ્દાની વિશેષ ગ્રામસભા યોજાઈ હતી.
ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અગાઉ માછળનાળા જળાશય, કાળીડેમ, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે લાઈન જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટોના કારણે વિસ્તારની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે. હવે હુઝ માટે પણ જમીન સંપાદનની શક્યતાઓને લઈને લોકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ છે.ગ્રામસભામાં ચર્ચા-વિચારણા બાદ ઉપસ્થિત ગ્રામજનોએ સર્વાનુમતે હુઝના સંભવિત પ્રોજેક્ટનો વિરોધ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમની લાગણીઓ અને રજૂઆતોને અવગણીને જો GIDC માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
ગ્રામજનોએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો.
દાહોદ જિલ્લાના છાયણ ગામે GIDCના સંભવિત પ્રોજેક્ટના વિરોધમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વે નંબર ૩૮/૪ની સરકારી પડતર જમીન પર GIDC સ્થાપવાની શક્યતાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.છાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તલાટી તથા સરપંચની ઉપસ્થિતિમાં એક મુદ્દાની વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અગાઉ માછળનાળા જળાશય, કાળીડેમ, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે લાઈન જેવા વિવિધ વિકાસ પ્રોજેક્ટોના કારણે વિસ્તારની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે. હવે હુઝ માટે પણ જમીન સંપાદનની શક્યતાઓને લઈને લોકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ છે.ગ્રામસભામાં ચર્ચા-વિચારણા બાદ ઉપસ્થિત ગ્રામજનોએ સર્વાનુમતે હુઝના સંભવિત પ્રોજેક્ટનો વિરોધ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમની લાગણીઓ અને રજૂઆતોને અવગણીને જો GIDC માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

