Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દે.બારીઆના અંતેલા ગામે વણકર સમાજના સ્મશાનમાં સુવિધાનો અભાવ

દે.બારીઆ તાલુકાના અંતેલા ગામના હોળી ફળિયામાં રહેતા વણકર સમાજના સ્મશાનમાં મુળભુત સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ વ્યકત કર્યો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાન ખાતે પાણી, હેન્ડપંપ કે બોરની સુવિધા નથી. અંદાજે ૭૦૦ થી ૮૦૦ મીટર સુધીનો રસ્તો પણ કાચો તથા બિસ્માર હાલતમાં છે. એટલુ જ નહિ, સ્માશન વિધિ દરમિયાન ઉપયોગી બને તેવો ઓરડો પણ હજુ સુધી બનાવ્યો નથી.

અંતેલા ગામના વણકર સમાજના આગેવાનો દ્વારા બે વાર આ અંગે ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં લેખિત ઠરાવ કરીને તેમજ હાલ સુધીના દરેક સરપંચને ‚બ‚ રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનો ઉકેલ મળ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાન વિધિ સમયે પાણી દોઢથી બે કિ.મી.દુરથી લાવવુ પડે છે. જેના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ દે.બારીઆ તાલુકાના અંતેલા ગામના હોળી ફળિયામાં વસવાટ કરતા વણકર સમાજનુ સ્મશાન ધર તેમજ રસ્તાની સુવિધા ગ્રામ પંચાયત દ્વારા પુરી પાડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. જેથી કરીને ગામના વણકર સમાજના લોકોની તકલીફ દુર થાય.

દે.બારીઆ તાલુકાના અંતેલા ગામના હોળી ફળિયામાં રહેતા વણકર સમાજના સ્મશાનમાં મુળભુત સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ વ્યકત કર્યો છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાન ખાતે પાણી, હેન્ડપંપ કે બોરની સુવિધા નથી. અંદાજે ૭૦૦ થી ૮૦૦ મીટર સુધીનો રસ્તો પણ કાચો તથા બિસ્માર હાલતમાં છે. એટલુ જ નહિ, સ્માશન વિધિ દરમિયાન ઉપયોગી બને તેવો ઓરડો પણ હજુ સુધી બનાવ્યો નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar