જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા, દેવગઢ બારીયા ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં વિવિધ શાળા સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોબાઈલ એપ દ્વારા ઇવીએમ વોટિંગ કરી ટેકનોલોજીનો ઉપયોગ ૨૧ મી સદીમાં અતિ આવશ્યક બની રહી છે, તેની જાણકારી પણ મેળવી હતી. અંતમાં બેલેટ પેપરથી પણ ચૂંટણી યોજી વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓ દ્વારા મત આપી શાળાના ૠજ તરીકે ધોરણ ૧૨ના વિદ્યાર્થી બારીયા આદિત્ય અને કછ તરીકે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની બારીયા પ્રવિણાબેન ચૂંટાઈ આવ્યા હતા.
શાળાના આચાર્ય સુબોધ રાઠવા ઉપરાંત વિવિધ સમિતિના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના, આરોગ્ય, બાગાયત, શિસ્ત, સાંસ્કૃતિક, રમતગમત, પુસ્તકાલય, પ્રયોગશાળા, સ્માર્ટ ટેકનોલોજી આ પ્રકારની વિવિધ સમિતિના ચૂંટાયેલા વિદ્યાર્થીઓમાંથી પ્રતિનિધિની નિમણૂક કરી તેમને તે અંગેનુ માર્ગદર્શન તેમજ જવાબદારી સોંપવામાં આવી હતી. શાળામાં ચાલતા એનએસએસ યુનિટ નિયમિત પ્રવૃત્તિ અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ડો. ટી.એમ. શુક્લા(પ્રોગ્રામ ઓફિસર), ડો. યુ.જી.પટેલ તેમજ જે.ડી. બામણીયા અને માધ્યમિક વિભાગના શિક્ષક એમ.જે. વરીયા તેમજ રાઠવા દિલીપ સરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણીલક્ષી માહોલ ઊભો કરી શાળા પંચાયત ચૂંટણી અંગે વિશેષ સ્વયંશિસ્ત, નિયમિતતા, જવાબદારી વિશે માહિતી આપી હતી.
જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા, દેવગઢ બારીયા ખાતે શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં વિવિધ શાળા સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોબાઈલ એપ દ્વારા ઇવીએમ વોટિંગ કરી ટેકનોલોજીનો ઉપયોગ ૨૧ મી સદીમાં અતિ આવશ્યક બની રહી છે, તેની જાણકારી પણ મેળવી હતી. અંતમાં બેલેટ પેપરથી પણ ચૂંટણી યોજી વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓ દ્વારા મત આપી શાળાના ૠજ તરીકે ધોરણ ૧૨ના વિદ્યાર્થી બારીયા આદિત્ય અને કછ તરીકે ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની બારીયા પ્રવિણાબેન ચૂંટાઈ આવ્યા હતા. શાળાના આચાર્ય સુબોધ રાઠવા ઉપરાંત વિવિધ સમિતિના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના, આરોગ્ય, બાગાયત, શિસ્ત, સાંસ્કૃતિક, રમતગમત, પુસ્તકાલય, પ્રયોગશાળા, સ્માર્ટ ટેકનોલોજી આ પ્રકારની વિવિધ સમિતિના ચૂંટાયેલા વિદ્યાર્થીઓમાંથી પ્રતિનિધિની નિમણૂક કરી તેમને તે અંગેનુ માર્ગદર્શન તેમજ જવાબદારી સોંપવામાં આવી હતી. શાળામાં ચાલતા એનએસએસ યુનિટ નિયમિત પ્રવૃત્તિ અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા ડો. ટી.એમ. શુક્લા(પ્રોગ્રામ ઓફિસર), ડો. યુ.જી.પટેલ તેમજ જે.ડી. બામણીયા અને માધ્યમિક વિભાગના શિક્ષક એમ.જે. વરીયા તેમજ રાઠવા દિલીપ સરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણીલક્ષી માહોલ ઊભો કરી શાળા પંચાયત ચૂંટણી અંગે વિશેષ સ્વયંશિસ્ત, નિયમિતતા, જવાબદારી વિશે માહિતી આપી હતી.
