Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

એશિયા કપ,ઇન્ડોનેશિયા પહેલી વાર ભાગ લેશે, જેમાં કેપ્ટન નંદા કમાન સંભાળશે

એસીસી મહિલા ક્રિકેટ એશિયા કપમાં એક નવી ટીમ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ઇન્ડોનેશિયા પહેલી વાર મેદાનમાં ઉતરશે. ૨૮ ઓગસ્ટથી શરૂ થનારી આ આઠ ટીમની ટુર્નામેન્ટ માટે ઇન્ડોનેશિયા તેની ટીમની જાહેરાત કરનાર છેલ્લું દેશ હતું. ઇન્ડોનેશિયાએ ટુર્નામેન્ટ માટે એક મજબૂત ટીમ પસંદ કરી છે.

ઇન્ડોનેશિયાએ જૂનમાં રમાયેલા એસીસી મહિલા પ્રીમિયર કપ દ્વારા એશિયા કપ માટે ક્વોલિફાય કર્યું.

નોંધનીય છે કે, ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ દરમિયાન ઘણી વખત ટીમ પાસે ફક્ત ૧૧ ખેલાડીઓ ઉપલબ્ધ હતા. તેમ છતાં, ઇન્ડોનેશિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં પહોંચ્યું.

જાકે, તેઓ સેમિફાઇનલમાં થાઇલેન્ડ સામે હારી ગયા, અને પછી ત્રીજા સ્થાનની મેચમાં હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો.એશિયા કપ માટે જાહેર કરાયેલી ટીમમાં કેટલાક નવા ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. યુવા Âસ્પનર સોફિયા વેલિક અને આક્રમક બેટ્‌સમેન મારિયા કોરાઝોન વોમ્બાકીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાકે, ક્વોલિફિકેશન ઝુંબેશનો ભાગ રહેલી દારા મારામિથા આ વખતે ટીમમાં સ્થાન મેળવી શકી નથી.

અનુભવી નંદા સાકારિની ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ કરશે. તે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ઇન્ડોનેશિયાની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતી. સોફિયા વેલિક ઉપરાંત, બોલિંગ આક્રમણમાં વેસિકા રત્ના દેવી, પુત્રી સુવાનદેવી અને સાંગ મૈપ્રિયાની જેવી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમણે અંડર-૧૯ મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૩ માં પોતાની છાપ છોડી હતી.

ઇન્ડોનેશિયાની ટીમમાં દેસી વુલંદારી, લી કિયાઓ અને ની કાડેક અરિયાનીનો સમાવેશ થાય છે, જેઓ અંડર-૧૯ વર્લ્ડ કપ અભિયાનનો ભાગ હતા. ટીમ હવે ૩૧ ઓગસ્ટે બાંગ્લાદેશ સામે તેના ઐતિહાસિક એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ૨ સપ્ટેમ્બરે શ્રીલંકા અને ૪ સપ્ટેમ્બરે યુએઈ સામે મેચ રમશે.એસીસી મહિલા એશિયા કપ માટે ઇન્ડોનેશિયાની ટીમઃ નંદા સકારિની (કેપ્ટન), કાડેક વિન્ડા પ્નીરીસ્ટની, રહમાવતી પેંગેસ્તુતી, વેસિકા રત્ના દેવી, રાદા રાની, દેસી વુલંદારી, પુત્રી સુવાનદેવી, કિસી સલિસા કાસે, સાંગ મૈપ્રિયાની, ની કાડેક અરિયાની, ડેર્ની બાંગી, દારા અગુંગ લક્ષ્‍મી, લી કિયાઓ, મારિયા કોરાઝોન વોમ્બાકી અને સોફિયા વેલિક.

ઇન્ડોનેશિયાએ જૂનમાં રમાયેલા એસીસી મહિલા પ્રીમિયર કપ દ્વારા એશિયા કપ માટે ક્વોલિફાય કર્યું. નોંધનીય છે કે, ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ દરમિયાન ઘણી વખત ટીમ પાસે ફક્ત ૧૧ ખેલાડીઓ ઉપલબ્ધ હતા. તેમ છતાં, ઇન્ડોનેશિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં પહોંચ્યું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar