Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગઢબોરીયાદ ગામે સી.એચ.સી.કેન્દ્રના કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકી

સવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે કરોડો ‚પિયાના ખર્ચે પી.આઇ.યુ.વિભાગ દ્વારા નિર્માણ પામેલા નવા સામુહિક આરોગ્ય કેન્દ્રના ભવન અને કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન નહિ હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયુ હતુ. જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.

ગઢબોરીયાદ ગામે નવા બનાવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પાણી ભરાઈ જતાં નિકાલ માટે ગટરલાઈન નહિ હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે નવુ બિલ્ડિંગ અને આર.સી.સી.રોડ બનાવ્યો હતો. જેના પર કરોડો ‚પિયાનો ખર્ચ કર્યો હતો. તાજેતરમાં જ બિલ્ડિંગનુ લોકાર્પણ કર્યુ હતુ. જોકે વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ સમગ્ર કેમ્પસમાં પાણી ભરાઈ ગયુ હતુ. આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અને દર્દીઓને બિલ્ડિંગ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આ ધટનામાં અધિકારીઓની નિષ્કાળજી સ્૫ષ્ટપણે છતી થાય છે. ઓફિસમાં બેસીને કામ કરતા અધિકારીઓની બેદરકારીના કારણે કોન્ટ્રાકટરો દ્વારા ગટર લાઈન જેવી મહત્વપુર્ણ સુવિધા કરવાનુ ભુલી જવાય છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને મોૈખિક રીતે કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

ગઢબોરીયાદ ગામે નવા બનાવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પાણી ભરાઈ જતાં નિકાલ માટે ગટરલાઈન નહિ હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે નવુ બિલ્ડિંગ અને આર.સી.સી.રોડ બનાવ્યો હતો. જેના પર કરોડો ‚પિયાનો ખર્ચ કર્યો હતો. તાજેતરમાં જ બિલ્ડિંગનુ લોકાર્પણ કર્યુ હતુ. જોકે વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ સમગ્ર કેમ્પસમાં પાણી ભરાઈ ગયુ હતુ. આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અને દર્દીઓને બિલ્ડિંગ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે. આ ધટનામાં અધિકારીઓની નિષ્કાળજી સ્૫ષ્ટપણે છતી થાય છે. ઓફિસમાં બેસીને કામ કરતા અધિકારીઓની બેદરકારીના કારણે કોન્ટ્રાકટરો દ્વારા ગટર લાઈન જેવી મહત્વપુર્ણ સુવિધા કરવાનુ ભુલી જવાય છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને મોૈખિક રીતે કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar