Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગરબાડા પંથકમાં ચોરીના બનાવો ડામવા પોલીસનું આધુનિક શસ્ત્ર : રાત્રિ દરમિયાન ડ્રોન કેમેરાથી ચાંપતી નજર

DySP એમ.કે. સ્વામી અને PI રાદડિયાના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં ઈલેક્ટ્રોનિક સરપ્રાઈઝ પેટ્રોલિંગ શરૂ.

ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને અસામાજીક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગરબાડા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગ‚પે હવે પરંપરાગત પેટ્રોલિંગની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શ‚ કરવામાં આવ્યો છે. ગરબાડા ડિવિઝન ઉુજઙ એમ.કે.

સ્વામી તથા ઙઈં રાદડિયાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ગરબાડા પોલીસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારાનો લાભ ઉઠાવીને ગુનાખોરો અંતરિયાળ અને સુમસામ વિસ્તારોમાં ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે, જેને અટકાવવા માટે પોલીસે હવે ડ્રોન કેમેરાની મદદથી આકાશી પેટ્રોલિંગ શ‚ કર્યું છે. આ દૃશ્યોમાં ફોટોસ તમે જોઈ રહ્યા છો તે મુજબ ગરબાડાના જુદા જુદા મુખ્ય ચોક, રહણાંક વિસ્તારો તેમજ પહોંચવું મુશ્કેલ હોય તેવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ખૂણે-ખૂણા પર બારીક નજર રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે ડ્રોન દ્વારા થતા આ સરપ્રાઈઝ સજાગ પેટ્રોલિંગથી ચોર-ઉચક્કાઓ અને શંકાસ્પદ ઈસમોમાં ભારે ફાળ વ્યાપી ગઈ છે, જ્યારે બીજી તરફ સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને પોલીસની આ નવીનતમ કામગીરીની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.

ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને અસામાજીક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગરબાડા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગ‚પે હવે પરંપરાગત પેટ્રોલિંગની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શ‚ કરવામાં આવ્યો છે. ગરબાડા ડિવિઝન ઉુજઙ એમ.કે. સ્વામી તથા ઙઈં રાદડિયાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ગરબાડા પોલીસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારાનો લાભ ઉઠાવીને ગુનાખોરો અંતરિયાળ અને સુમસામ વિસ્તારોમાં ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે, જેને અટકાવવા માટે પોલીસે હવે ડ્રોન કેમેરાની મદદથી આકાશી પેટ્રોલિંગ શ‚ કર્યું છે. આ દૃશ્યોમાં ફોટોસ તમે જોઈ રહ્યા છો તે મુજબ ગરબાડાના જુદા જુદા મુખ્ય ચોક, રહણાંક વિસ્તારો તેમજ પહોંચવું મુશ્કેલ હોય તેવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ખૂણે-ખૂણા પર બારીક નજર રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે ડ્રોન દ્વારા થતા આ સરપ્રાઈઝ સજાગ પેટ્રોલિંગથી ચોર-ઉચક્કાઓ અને શંકાસ્પદ ઈસમોમાં ભારે ફાળ વ્યાપી ગઈ છે, જ્યારે બીજી તરફ સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને પોલીસની આ નવીનતમ કામગીરીની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar