Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગરબાડામાં મોંઘવારી સામે કોંગ્રેસ મહિલા સમિતિનો હલ્લાબોલ, ગળામાં કાંદા-બટાકાના હાર પહેરીને આક્રમક પ્રોટેસ્ટ માર્ચ

ગરબાડામાં આજે વધતી જતી મોંઘવારીને લઈને ભારે જનઆક્રોશ જોવા મળ્યો છે. ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિની મહિલાઓ દ્વારા સરકાર સામે મોંઘવારીના મુદ્દે એક આક્રમક અને અનોખી પ્રોટેસ્ટ માર્ચ યોજવામાં આવી હતી.

કોંગ્રેસ કાર્યાલયથી શ‚ થયેલી આ પ્રોટેસ્ટ માર્ચ ગરબાડાના મુખ્ય બજારમાં ફરી હતી, જ્યાં મહિલા કાર્યકર્તાઓએ કમરતોડ મોંઘવારી સામે ભારે સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પ્રદર્શનમાં ગૃહિણીઓ દ્વારા ગળામાં કાંદા અને બટાકાના હાર પહેરીને એક અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓ દ્વારા વધી રહેલા ખાંડ અને તેલના ભાવ, ગેસ સિલિન્ડરના ભાવવધારા તેમજ ખેડૂતો માટે ખાતરની થતી કાળાબજારી વિ‚દ્ધ બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, મહિલા પ્રમુખ બકુલાબેન, પૂર્વ જીલ્લા પ્રમુખ રમીલાબેન, ઉપપ્રમુખ સંગીતાબેન સહિત મહિલા સમિતિના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વધતી જતી મોંઘવારી અને કાળાબજારી પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લડાઈ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યાલયથી શ‚ થયેલી આ પ્રોટેસ્ટ માર્ચ ગરબાડાના મુખ્ય બજારમાં ફરી હતી, જ્યાં મહિલા કાર્યકર્તાઓએ કમરતોડ મોંઘવારી સામે ભારે સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શનમાં ગૃહિણીઓ દ્વારા ગળામાં કાંદા અને બટાકાના હાર પહેરીને એક અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓ દ્વારા વધી રહેલા ખાંડ અને તેલના ભાવ, ગેસ સિલિન્ડરના ભાવવધારા તેમજ ખેડૂતો માટે ખાતરની થતી કાળાબજારી વિ‚દ્ધ બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar