ઘોઘંબા બરિયા-પરોલી રોડ પર પરોલી છાપરી નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બરિયા તરફથી આવી રહેલા બે અલગ-અલગ બાઈકના સવારો કોઈ કારણોસર એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે, બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ૧૦૮ની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘોઘંબા રેફરલ હોસ્પિટલના તબીબોએ ઈજાગ્રસ્ત મનોજભાઈ ભારતભાઈ પટેલ અને જીગ્નેશભાઈ ભરતભાઈ પટેલને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, બંનેની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.