ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ₹2.06 લાખની કિંમતના 9 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલ દ્વારા ગુમ થયેલા મોબાઇલ શોધવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના નેતૃત્વ હેઠળ, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગામેતી અને તેમની ટીમે ગુમ થયેલા મોબાઇલ સંબંધિત અરજીઓ SANCHAR SAATHI-CEIR પોર્ટલમાં અપલોડ કરી ટેકનિકલ માહિતીના આધારે તપાસ કરી હતી.
આ કામગીરીમાં Vivo, Oppo, Motorola અને iPhone સહિત વિવિધ બ્રાન્ડના કુલ 9 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ફોનની કુલ અંદાજિત કિંમત ₹2,06,547 છે.
પોતાના ગુમ થયેલા મોબાઇલ ફોન પરત મળતા અરજદારોએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગામેતી, એએસઆઈ દશરથસિંહ અરૂણસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ સવદાશભાઈ અને લોકરક્ષક બિરેન્દ્રકુમાર જગદીશભાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.