ગોધરાના સાતપુલ મેશરી નદી પાસે આવેલા અને કલંદરની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં મસ્જિદે ગુલામ નજીક મેશરી નદીમાંથી બહાર આવેલો ૫ ફુટ જેટલો વિશાળ મગર રહેણાંક વિસ્તારમાં ધુસી જઈ મકાનના ઓટલા સુધી પહોંચી ગયો હતો. મકાનમાં હાજર બાળકોની નજર મગર પર પડતા તેમણે બુમાબુમ કરી હતી. મહિલાઓ અને બાળકોની બુમાબુમથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા ૫ામી હતી.
અંગે ગોધરા વન વિભાગને જાણ કરાતા અધિકારીઓ તાબડતોડ સ્થળ પર પહોંચી આવ્યા હતા. જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ મગર ફરી મેશરી નદીના પાણીમાં સરી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મેશરી નદીની પ્રોટેકશન વોલ (સંરક્ષણ દિવાલ)તુટી જતાં મોટુ બાકો પડી ગયુ છે. જેના કારણે મગરો વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. ઉપરાંત કિનારા પર ઝાડી-ઝાંખરા વધી ગયા હોવાથી મગરનુ રેસ્કયુ કરવામાં વન વિભાગે ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ મહિનામાં ત્રીજી વખત મગર મકાનના ઓટલા સુધી આવી જતાં જીવના જોખમને ધ્યાને લઈ મકાન માલિક વસીમ સુંઠિયાએ પોતાનુ ધર ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે.
ગોધરાના સાતપુલ મેશરી નદી પાસે આવેલા અને કલંદરની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં મસ્જિદે ગુલામ નજીક મેશરી નદીમાંથી બહાર આવેલો ૫ ફુટ જેટલો વિશાળ મગર રહેણાંક વિસ્તારમાં ધુસી જઈ મકાનના ઓટલા સુધી પહોંચી ગયો હતો. મકાનમાં હાજર બાળકોની નજર મગર પર પડતા તેમણે બુમાબુમ કરી હતી. મહિલાઓ અને બાળકોની બુમાબુમથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા ૫ામી હતી. અંગે ગોધરા વન વિભાગને જાણ કરાતા અધિકારીઓ તાબડતોડ સ્થળ પર પહોંચી આવ્યા હતા. જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ મગર ફરી મેશરી નદીના પાણીમાં સરી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મેશરી નદીની પ્રોટેકશન વોલ (સંરક્ષણ દિવાલ)તુટી જતાં મોટુ બાકો પડી ગયુ છે. જેના કારણે મગરો વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. ઉપરાંત કિનારા પર ઝાડી-ઝાંખરા વધી ગયા હોવાથી મગરનુ રેસ્કયુ કરવામાં વન વિભાગે ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ મહિનામાં ત્રીજી વખત મગર મકાનના ઓટલા સુધી આવી જતાં જીવના જોખમને ધ્યાને લઈ મકાન માલિક વસીમ સુંઠિયાએ પોતાનુ ધર ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે.
