Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગોધરા-અમદાવાદ હાઈવે ટીંબા રોડ નજીક ચાર ઈસમોએ યુવકને મારમારતાં વિડીયો વાયરલ

ગોધરા-અમદાવાદ હાઈવે પર ટીંબા રોડ નજીક જાહેરમાં એક યુવકને ઢોર માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. દિગ્વિજયસિંહ નરેન્દ્ર ઠાકોર નામના યુવકને ચાર જેટલા ઈસમોએ બેરહેમીપૂર્વક માર મારી અર્ધબેભાન કરી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના ગોધરા-અમદાવાદ હાઈવે પર ટીંબા પાટિયા નજીક સુદર્શન હોટલ પાસે બની હતી.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવકને જમીન પર પછાડી લાત અને મુક્કા વડે માર મારવામાં આવી રહ્યો છે.

ગત મોડી રાત્રે કોઈ વાતની તકરારને લઈને આ હિંસક ઘટના બની હતી. ચરારી ગામના રાહુલ સત્રાભાઈ સહિત અન્ય ત્રણ યુવકોએ દિગ્વિજયસિંહને જમીન પર ઘસડીને નિર્મમ માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કાકણપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ શ‚ કરી છે.

આ ઘટના ગોધરા-અમદાવાદ હાઈવે પર ટીંબા પાટિયા નજીક સુદર્શન હોટલ પાસે બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવકને જમીન પર પછાડી લાત અને મુક્કા વડે માર મારવામાં આવી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar