Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ગુજરાતમાં ૧૮ વર્ષ સુધીના દરેક બાળકને હેલ્થ પાસપોર્ટ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, 'સ્વસ્થ ભારત'ના નિર્માણ માટે 'સ્વસ્થ બાળપણ' સૌથી મહત્વપૂર્ણ આધાર છે. ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં મજબૂત કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે 'હેલ્થ પાસપોર્ટ'ની પહેલ હાથ ધરી છે.

સ્કૂલ હેલ્થ - રાષ્ટÙીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હવે ગુજરાતમાં જન્મથી ૧૮ વર્ષ સુધીના દરેક બાળકનો પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નહીં હોય, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતું એક પ્રમાણભૂત દસ્તાવેજ હશે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત ૨૭ જૂન, ૨૦૨૬ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપÂસ્થતિમાં કરવામાં આવી હતી.

ગુજરાતમાં એસએચ આરબીએસકે હેઠળ દર વર્ષે લગભગ ૧.૮૯ કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા અથવા બાળકો પાસે એવું કોઈ સુવિધાજનક ડોકયુમેન્ટ ઉપલબ્ધ નથી, જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ, સારવાર અથવા ફોલો-અપ માટે સરળતાથી કરી શકે. પ્રસ્તાવિત 'હેલ્થ પાસપોર્ટ' બાળકોના મેડિકલ રેકોર્ડ્‌સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે.

વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. બાળકોનો 'હેલ્થ પાસપોર્ટ' બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજા રજૂ કરવાની જરૂર રહેશે નહીં.એસએચ આરબીએસકેની મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. એટલું જ નહીં, તે સરળતાથી રિન્યૂ પણ થઈ જશે. ૫ વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે.

આ હેલ્થ પાસપોર્ટ દરેક બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રી રજૂ કરતું એક માસ્ટર ડોકયુમેન્ટ હશે. તેમાં બાળકની મૂળભૂત વિગતો સાથે જન્મથી ૧૮ વર્ષની ઉંમર સુધીના હેલ્થ ચેકઅપનો સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળની ચાર મુખ્ય કેટેગરી (૪ડી) એટલે કે જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સંબંધિત સંપૂર્ણ અપડેટ પણ તેમાં હશે. એટલું જ નહીં, બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસીસ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી અંગેની સલાહ તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ આ પાસપોર્ટમાં હશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરિવારને બાળકના સ્વાસ્થ્ય સાથે જાડાયેલી દરેક નાની-મોટી માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ પહેલની સૌથી મુખ્ય વિશેષતા તેનું ડિજિટલ ઇÂન્ટગ્રેશન છે. હેલ્થ પાસપોર્ટ ની ફિઝિકલ કાપી માતા-પિતા પાસે જ સુરક્ષિત રહેશે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, 'સ્વસ્થ ભારત'ના નિર્માણ માટે 'સ્વસ્થ બાળપણ' સૌથી મહત્વપૂર્ણ આધાર છે. ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં મજબૂત કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે 'હેલ્થ પાસપોર્ટ'ની પહેલ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar