
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૪૯૫૫૧ મતદાન મથકો હશે. જેમાંથી ૧૧૦૦૦ મતદાન મથકો સંવેદનશિલ છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલીક્રિશ્ના દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં ૨૬ એપ્રિલ, રવિવારે મતદાન થશે. જ્યારે ૨૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૪ કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મહાનગર પાલિકાઓમાં ૧.૧૦ કરોડ મતદારો છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ૩૩ લાખ મતદારો છે. ગુજરાતમાં કુલ પુરૂષ મતદારો ૨ કરોડ ૧૭ લાખ જેટલા છે. જ્યારે મહિલા મતદારો પણ ૨ કરોડથી વધુ છે.
ચૂંટણીની જાહેરાતઃ ૧ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ ૧૧ એપ્રિલ
ઉમેદવારોની ચકાસણીની તારીખઃ ૧૩ એપ્રિલ
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખઃ ૧૫ એપ્રિલ
મતદાનની તારીખઃ ૨૬ એપ્રિલ (સમયઃ સવારે ૭થી સાંજના છ સુધી)
મતગણતરીની તારીખઃ ૨૮ એપ્રિલે મતગણતરી થશે.
ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.જેમાં મહાનગર પાલિકાઃ ૧૫,નગર પાલિકાઃ ૮૪,જિલ્લા પંચાયતઃ ૩૪ અને તાલુકા પંચાયતઃ ૨૬૦ બેઠકો છે
રાજ્ય ચૂંટણી કમિશનરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઈવીએમથી યોજાશે. આ સિવાય કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એસઆઇઆર ની પ્રક્રિયા બાદ જાહેર કરેલી મતદાર યાદી પ્રમાણે આ ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૪૯૫૫૧ મતદાન મથકો હશે. જેમાંથી ૧૧૦૦૦ મતદાન મથકો સંવેદનશિલ છે. રાજ્યમાં ૯૯૬ ચૂંટણી અધિકારી, ૧૨૬૬ મમદનીશ ચૂંટણી અધિકારી અને ૨ લાખ ૬૧ હજાર પોલીંગ સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. ૨૦૨૧ માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ ૫ માર્ચે પૂર્ણ થયો હતો.એસઆઇઆરની કામગીરી ચાલુ હોઈ સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ સમયસર ચૂંટણી ન થતા વહીવટદારની નિમણૂંક કરવાની ફરજ પડી હતી.
ગુજરાત સરકારે હાલમાં જે ૮ નવી નગરપાલિકાને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની ૭ બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલીક્રિશ્ના દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૬ એપ્રિલ, રવિવારે મતદાન થશે. જ્યારે ૨૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ચૂંટણીની જાહેરાતઃ ૧ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ ૧૧ એપ્રિલ
ઉમેદવારોની ચકાસણીની તારીખઃ ૧૩ એપ્રિલ
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખઃ ૧૫ એપ્રિલ
મતગણતરીની તારીખઃ ૨૮ એપ્રિલે મતગણતરી થશે.
