Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં નોટરીઓનું આંદોલન કરવાની ચીમકીઃ ૫ દિવસનું અલ્ટીમેટમ, સરકાર સમક્ષ મૂકી ૫ માગણીઓ

ગુજરાતમાં નોટરીઓનું આંદોલન કરવાની ચીમકીઃ ૫ દિવસનું અલ્ટીમેટમ, સરકાર સમક્ષ મૂકી ૫ માગણીઓ

ગુજરાતમાં વકીલોના આંદોલન વચ્ચે હવે નોટરીઓએ પણ પોતાની માગણીઓ માટે લડત શરૂ કરવાની ચીમકી આપી છે. નોટરીઓ પાસેથી સોગંદનામાં અને વિવિધ દસ્તાવેજા સંબંધિત સત્તાઓ ઘટાડવામાં આવી હોવાનો તેમનો આક્ષેપ છે. આ ઉપરાંત નોટરી ટિકિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

આ માંગણીઓ પર નિર્ણય લેવા માટે સરકારને પાંચ દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, જા પાંચ દિવસમાં નોટરીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજ્યભરના નોટરીઓ અને વકીલમંડળોના સહયોગથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોટરીઓએ પોતાની લાંબા સમયથી પડતર માગણીઓનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરી છે.

નોટરીઓનો આક્ષેપ છે કે તેમની કેટલીક સત્તાઓ હવે મામલતદાર અને તલાટીને આપવામાં આવી છે. મેરેજ રજિસ્ટ્રેશન સંબંધિત એફિડેવિટ કરવાની સત્તા પણ નોટિફિકેશન દ્વારા બંધ કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ફેરફારોને કારણે ખાસ કરીને જિલ્લા અને તાલુકા સ્તરે કામ કરતા નોટરીઓની કામગીરી પર અસર પડી રહી હોવાનું તેમનું કહેવું છે.

નોટરીઓ વિદ્યાર્થીઓના એફિડેવિટ , આવક સંબંધિત સોગંદનામાં, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ અને ભાડાકરાર સહિતના દસ્તાવેજી કામમાં સેવાઓ આપે છે.નોટરીઓ વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના સોગંદનામાં, સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ પાસપોર્ટ અને ભાડાકરાર જેવા દસ્તાવેજી કામ કરે છે.

નોટરીઓએ શહેર વિસ્તારમાં સ્ટેમ્પ ટિકિટના વિતરણ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જરૂરી ટિકિટ મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ સુધી જવું પડે છે અને ત્યાંથી પણ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મળતી હોવાથી વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નોટરીઓએ વિવિધ સોગંદનામાં અને દસ્તાવેજા સંબંધિત સત્તાઓ પરત આપવા, મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવિટની જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા, પૂરતી નોટરી ટિકિટ ઉપલબ્ધ કરાવવા, ભદ્ર સેશન્સ કોર્ટ, મેટ્રો કોર્ટ અથવા ડીસ્ટ્રીક કોર્ટમાં ટિકિટ નોટરીઓએ વિતરણ કાઉન્ટર શરૂ કરવા અને વકીલોની જેમ બેઠક સહિતની જરૂરી સુવિધાઓ આપવાની માગ કરી છે. હવે સરકાર આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર નોટરીઓના આગામી પગલાંનો આધાર રહેશે

ગુજરાતમાં વકીલોના આંદોલન વચ્ચે હવે નોટરીઓએ પણ પોતાની માગણીઓ માટે લડત શરૂ કરવાની ચીમકી આપી છે. નોટરીઓ પાસેથી સોગંદનામાં અને વિવિધ દસ્તાવેજા સંબંધિત સત્તાઓ ઘટાડવામાં આવી હોવાનો તેમનો આક્ષેપ છે. આ ઉપરાંત નોટરી ટિકિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ન્યુ નોટરી ચેરિટેબલ એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માંગણીઓ પર નિર્ણય લેવા માટે સરકારને પાંચ દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar