Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

હાલોલ જ્યોતિસર્કલ ખાતે અજાણ્યા ઈસમનો લટકતો મૃતદેહ મળ્યો

હાલોલ ટોલનાકા પાસે જ્યોતિસર્કલ નજીક બાયપાસ પાવાગઢ રોડ પર એક અજાણ્યા ઈસમનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રોડની બાજુમાં લીલા કલરની નેટ બાંધીને બનાવેલા ઝુંપડામાં દોરી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

હાલોલના જ્યોતિસર્કલ નજીક પાવાગઢ તરફ જતાં બાયપાસ રોડની બાજુમાં ધંધા માટે બનાવવામાં આવેલ ઝુંપડા તરફ આસપાસના લોકોનુ ધ્યાન જતાં એક વ્યક્તિ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

ધટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. અને સ્થળની પ્રાથમિક તપાસ હાથ ધરી જ‚રી કાયદેસરની કાર્યવાહી શ‚ કરી હતી. ત્યારબાદ મૃતદેહને હાલોલ નગરપાલિકાની શબવાહિની મારફતે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી છતી થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. અને તેના પીરવારજનો તથા સંબંધિઓ અંગેની માહિતી મેળવવાના પ્રયાસો કયાૃ છે. સમગ્ર બનાવ અંગે હાલોલ પોલીસે તપાસ હાથ ધરી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલના જ્યોતિસર્કલ નજીક પાવાગઢ તરફ જતાં બાયપાસ રોડની બાજુમાં ધંધા માટે બનાવવામાં આવેલ ઝુંપડા તરફ આસપાસના લોકોનુ ધ્યાન જતાં એક વ્યક્તિ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ધટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. અને સ્થળની પ્રાથમિક તપાસ હાથ ધરી જ‚રી કાયદેસરની કાર્યવાહી શ‚ કરી હતી. ત્યારબાદ મૃતદેહને હાલોલ નગરપાલિકાની શબવાહિની મારફતે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી છતી થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. અને તેના પીરવારજનો તથા સંબંધિઓ અંગેની માહિતી મેળવવાના પ્રયાસો કયાૃ છે. સમગ્ર બનાવ અંગે હાલોલ પોલીસે તપાસ હાથ ધરી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar