Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

હાલોલ પોલીસે ૧૩ ગુમ મોબાઈલ શોધી પરત કર્યા : રૂ. ૨.૬૭ લાખથી વધુના ફોન ટેક્નિકલ સર્વેલન્સથી ટ્રેસ કરાયા

પંચમહાલના હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા ૧૩ મોબાઈલ ફોન શોધી કાઢી સંબંધિત અરજદારોને પરત કર્યા છે. આ મોબાઈલની કુલ કિંમત આશરે રૂ. ૨.૬૭ લાખથી વધુ છે.

મોબાઈલ ગુમ થવા અને ચોરીના વધતા બનાવોને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરી અને જીલ્લા પોલીસ અધિક્ષક ડો.

હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ, હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડની દેખરેખમાં કરવામાં આવી હતી.

હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. દેસાઈએ ગુમ થયેલા મોબાઈલ અંગેની અરજીઓ પર ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવા સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી. પોલીસ ટીમે SANCHAR SAATHI (CEIR) પોર્ટલ પર ગુમ થયેલા મોબાઈલની વિગતો અપલોડ કરીને ટેક્નિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેકિંગના આધારે તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન વિવિધ કંપનીના કુલ ૧૩ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ તમામ મોબાઈલ ફોનની અંદાજીત કુલ કિંમત રૂ. ૨,૬૭,૨૩૩/- થાય છે.

મોબાઈલ મળી આવતા અરજદારોને પરત સોંપવામાં આવતા તેઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. પોલીસે "તેરા તુજકો અર્પણની ભાવના સાથે નાગરિકોની અમૂલ્ય મિલકત પરત આપી, જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્ર્વાસ વધુ મજબૂત બન્યો છે. પરત અપાયેલા મોબાઈલમાં વિવિધ કંપનીઓના ફોનનો સમાવેશ થાય છે.

મોબાઈલ ગુમ થવા અને ચોરીના વધતા બનાવોને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરી અને જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ, હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડની દેખરેખમાં કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar