Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

હાલોલના ચાર અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, દાહોદ LCBએ ત્રણ આરોપીઓને ઝડપી રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને ચોરીની કોશિશના કુલ ચાર અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચાંદીના દાગીના, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અપાચી મોટરસાયકલ અને ચોરીના સાધનો મળી કુલ રૂ.1,16,570નો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે એલસીબી ટીમ સક્રિય હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. માળી અને એન.બી. પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન મળેલ બાતમીના આધારે દાહોદ અનાજ માર્કેટથી ઇન્દોર હાઈવેને જોડતા રસ્તે રામાનંદ પાર્ક નજીક ભારત પેટ્રોલિયમ પંપ પાસેથી ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ હાલોલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરી અને ચોરીની કોશિશ કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કલ્પેશભાઈ ઉર્ફે અલ્પેશ જાસેપરમાર, શૈલેશભાઈ ડામોર અને અરવિંદભાઈ ડામોરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 145 ગ્રામ ચાંદીના વિવિધ દાગીના કિંમત રૂ.16,570, અપાચી મોટરસાયકલ કિંમત રૂ.1 લાખ તથા ચોરીનું સાધન ખાતરીયું કબજે કર્યું છે.

આરોપીઓની કબૂલાતના આધારે હાલોલની શ્રીહરિ સોસાયટી, રાઘવ રેસીડેન્સી તેમજ સનસીટી સોસાયટી સહિત ચાર અલગ અલગ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. દાહોદ LCBની આ સફળ કામગીરીથી મિલકત સંબંધિત ગુનાઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દાહોદ ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને ચોરીની કોશિશના કુલ ચાર અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચાંદીના દાગીના, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અપાચી મોટરસાયકલ અને ચોરીના સાધનો મળી કુલ રૂ.1,16,570નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Panchmahal Samachar